Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અમદાવાદના વસ્ત્રાપુરમાં મહિલા ડ્રગ ઇન્સ્પેક્ટર 20 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા

અમદાવાદ: વસ્ત્રાપુર સ્થિત ડ્રગ ઇન્સ્પેક્ટરની ઓફીસ, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી ખાતે આજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને મહિલા ડ્રગ ઇન્સ્પેકટરને રૃા. ૨૦ હજારની લાંચ લેતા ઝડપી પાડયા હતા. પોલીસ તપાસમાં દુકાન પાસે બિલો માગ્યા હતા અને દવાના પ્રિસ્ક્રિપ્શનની નોંધ નથી કહીને રૃા. એક લાખની માંગણી કરી હતી અને આજે રૃા. ૨૦ હજાર લેતા રંગે હાથ પકડાયા હતા.  એક મેડીકલ સ્ટોરમાં તા.૧૮/૦૪/૨૦૨૪ ના રોજ મહિલા અધિકારી, (ડ્રગ ઇન્સ્પેક્ટર, ખોરાક અને ઔષધ નિયંત્રણ તંત્રની કચેરી, બહુમાળી ભવન-૨, વાપુર) તપાસ કરવા ગયા હતા અને મેડીકલ સ્ટોરમાં રાખેલ તમામ દવાઓનું ચેકીંગ કર્યુ હતું અને લાયસન્સમાં જણાવ્યા સિવાયની અન્ય કોઇ ડ્રગ્સવાળી દવાઓ છે કે નહી ? તથા તમામ દવાઓના બિલ માંગેલ જે તમામ દવાઓના બિલ ફરીયાદીએ બતાવેલ ત્યારબાદ આરોપીએ જણાવેલ કે, ડોકટર જે દર્દીને દવા લખી આપે છે તે દવા લેવા અવાર-નવાર ગ્રાહકને તમે દવા આપો છો.

 

(6:29 pm IST)