Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

અમદાવાદમાં BRTS બસ ડ્રાઈવર ચાલુ બસે IPL મેચ જોવામાં મશગુલ

BRTS બસ ડ્રાઈવરને લઈ વિવાદ સર્જાયોઃબસ ડ્રાઈવર ચાલુ બસે મેચ જોતા કેમેરામાં કેદ થયો

અમદાવાદ, તા.૨૫

અમદાવાદમાં બસ ડ્રાઈવર અવાર નવાર ચર્ચામાં આવતાં જ હોય છે ત્યારે હવે હવે BRTS બસનો ડ્રાઈવર ચર્ચામાં આવ્યો છે. વાત કરીએ તો BRTS બસનો ડ્રાઈવર બસ ચલાવતી સમયે IPL મેચ જોતો હોવાનું બહાર આવ્યું છે. જેને લઇ વિવાદ સર્જાયો છે.

 

અમદાવાદમાં AMTS બાદ હવે BRTS બસ વિવાદમાં આવી છે.  BRTS બસનો ચાલક ડ્રાઇવિંગ કરતા સમયે આઇપીએલ મેચ જોતા કેમેરામાં કેદ થયો હતો. અંજલિથી મણિનગર રૃટ પર દોડતી BRTS બસના ચાલકનો આ વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ચાલકના એક હાથમાં સ્ટિયરિંગ અને બીજા હાથમાં મોબાઈલ છે. બે દિવસ પૂર્વે જ AMTS બસ ચાલકે કરેલા અકસ્માતનો વીડિયો વાયરલ થયો હતો.તાજેતરમાં જ  અમદાવાદમાં બેફામ દોડતી AMTS બસે શહેરના ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ટુ-વ્હીલર ચાલકને કચડ્યો હતો. એએમટીએસ બસનો ડ્રાઇવર અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. ઘટના બાદ બસ ચાલકને પકડી લેવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો હતો.

મણિનગર વિસ્તારમાં આવેલા ભુલાભાઈ પાર્ક ચાર રસ્તા પાસે ૫૨ વર્ષિય નવીન પટેલ પોતાનું ટુ-વ્હીલર લઇને રસ્તો ક્રોસ કરી રહ્યા હતા. આ દરમિયાન જ પૂરપાટ ઝડપે આવતી AMTS બસે તેમને ટક્કર મારી હતી. અકસ્માતમાં બસ તેમના પરથી ફરી વળતા ઘટનાસ્થળે જ તેમનું મોત થયું હતું.

(9:33 pm IST)