Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

નેવડીઆંબા ગામથી ૭૯,૦૦૦-ના પ્રોહી.મુદ્દામાલ સાથે એક શખ્શને ઝડપી લેતી સાગબારા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સાગબારા પોલીસે નેવડીઆંબા ગામમાંથી દારૂના મુદામાલ સાથે એક શખ્સને ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી છે.
  પ્રાપ્ત માહિતી મુજબ ધર્મેદ્ર શર્મા ઈંચાર્જ પોલીસ વડા નર્મદાએ જીલ્લામાંથી દારૂના દુષણને નાબુદ કરવા કડક નિર્દેશ કરતા કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશનની બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસો એ નેવડીઆંબા ગામના હાવલા ભાઈ શંકરભાઇ વસાવાના ઘરમાં ગે કા.વિદેશી દારૂનો જથ્થામાં કાયના તથા પ્લાસ્ટીકના બોટલ નંગ- ૭૯૦ જેની કિ.રૂ.૭૯,૦૦૦ ના મુદ્દામાલ સાથે હાવલાભાઇ શંકર ભાઇ વસાવા(રહે . નેવડીઆંબા તા.સાગબારા , જીલ્લો નર્મદા) ને પકડી કાયદેસરની કાર્યવાહિ કરવામાં આવી છે.

(11:42 pm IST)