Gujarati News

Gujarati News

News of Friday, 25th June 2021

સેલંબા નવાપાડા રોડ પર સાગબારા પોલીસે ઇનોવા કારમાંથી 6.38 લાખના પ્રોહી.મુદામાલ સાથે બે શખ્શોને ઝડપી લીધા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : સેલંબા નજીક સાગબારા પોલીસે નાકાબંધી કરી એક કાર માંથી લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્શોને  ઝડપી પાડ્યા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નર્મદા ઇન્ચાર્જ પોલીસ વડા ધર્મેદ્ર શર્મા નાઓએ જીલ્લામાંથી દારૂની બદી દૂર કરવા સૂચના કરતા કે.એલ.ગળચર પોલીસ સબ ઈન્સ્પેકટર સાગબારા પોલીસ સ્ટેશનની બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસોએ સાગબારા પોલીસ સ્ટેશનના સેલંબા નવાપાડા રોડ ઉપર આવેલ આશ્રમ શાળા પાસે નાકાબંધી દરમ્યાન ગ્રે કલરની ઇનોવા ગાડી નંબર MH ૦2 CB 9000 માં ગે.કા.વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની જુદા જુદા બ્રાની બોટલો નંગ -૨૯૮ કિ.રૂ .૧,૩૭,૦૪૦ ના મુદ્દામાલની હેરાફેરી કરતા ઈનોવા ગાડી સહીત કુલ કિરૂ ૬,૩૮,૦૪૦  ના મુદ્દામાલ સાથે રાકેશ શંભાજી પાટીલ મુળ (રહે . કલમાડી , તા.જી .નંદુરબાર ) તથા મુનાફ ખાન અહેમઅલી પઠાણ( રહે.જુમાસા ટેકરા આંબાવાડી કાલીપુલ સુરત ) ને પકડી પ બંને સામે કાયદેસર કાર્યવાહિ કરવામાં આવી છે.

(11:44 pm IST)