Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

અટીરાએ ડીઆરડીઓને મોકલ્યુ ૩પ લાખ એન-૯૯ માસ્કનું કાપડ

હવે ખાનગી સંસ્થાઓની માંગ પૂરી કરાશે

અમદાવાદ, તા. રપ : દેશભરમાં એન-૯૯ માસ્કનું કપડું બનાવનાર એક માત્ર સંસ્થા અમદાવાદ ટેક્ષટાઇલ્સ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ એસોસીએશન (અટીરા)એ અત્યાર સુધીમાં ૩પ લાખ માસ્ક બનાવવાનું કાપડ રક્ષા અનુસંધાન અને વિકાસ સંગઠન (ડીઆડીઓ)ને મોકલ્યું છે. ડીઆરડીઓ તરફથી આ માંગ ગત માર્ચ મહિનામાં કરવામાં આવી હતી જે હવે પૂર્ણ થઇ છે. અટીરા હવે અન્ય સરકારી વિભાગો રાષ્ટ્રીય સંસ્થાનો અને ખાનગી કંપનીઓની માંગ પૂરી કરશે.

અટીરાના ડાયરેકટર પ્રજ્ઞેશ શાહ અનુસાર ડીઆરડીઓ તરફથી એન-૯૯ માસ્ક એમ્સ, આરોગ્ય મંત્રાલય અને રક્ષા મંત્રાલયને ઉપલબ્ધ કરાયા છે. તેમાં પોલીએમાઇડ-૬ પ્રકારના નાયલોન કાપડનો ઉપયોગ કરવામાં આવે છે. ગુજરાત સરકારના સહયોગથી અટીરા એન-૯૯ માસ્કનું અદ્યતન કાપડ બનાવે છે. અટીરાના નેનો વિભાગમાં કાર્યરત નેનો ઇલેટ્રો સ્પિનીંગ મશીન રાજય સરકારના ઉદ્યોગ કમિશનર ઓફીસના આર્થિક સહયોગથી ખરીદવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એન-૯પ માસ્કની ફીલ્ટરેશન ક્ષમતા ૯પ ટકા હોય છે. ૦.૩ માઇક્રોનથી મોટા બધા કણો એન-૯પ માસ્ક ૯પ ટકા ક્ષમતા સાથે ફિલ્ટર કરી શકે છે.

(2:44 pm IST)