Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વડોદરાના તાંદલજા વિસ્તારમાં પિતાની જ કાર ચોરી કરનાર નરાધમ પુત્ર પોલીસના સકંજામાં

વડોદરા:તાંદલજા વિસ્તારમાં થોડા દિવસો પહેલા ચોરાયેલી કાર નો ભેદ ઉકેલાતાં પોલીસે કાર ચોરીના ગુનામાં ખુદ કાર માલિકના પુત્ર અને સાગરીતને ઝડપી પાડયા છે.

તાંદલજાના અલીફ નગર વિભાગ-1 માં રહેતા સાહિલ શેખે પોલીસને જણાવ્યું હતું કે ગઈ તા 17 રાત્રે મારા સંબંધી યુસુફ મિયા શેખ તેમની ઇકો કાર મારે ઘેર પાર્ક કરી ગયા હતા તે દરમિયાન કોઇ ચોર સંબંધીની કાર ચોરી ગયો હતો.

બનાવ અંગે જે.પી.રોડ પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે સીસીટીવી ફુટેજ તેમજ અન્ય સોર્સ મારફતે તપાસ કરી હતી અને કાર ચોરીનો ભેદ ઉકેલી કાઢી ખુદ કારમાલિક યુસુફમિયા ના પુત્ર સાદીક (રહે. મિર્ઝા કોલોની, અકોટા) અને અમદાવાદના દરિયાપુર ખાતે રહેતા તેના સાગરીત જલાલુદ્દીન ઇકરામુદ્દીન શેખ તેમજ ચોરીની કાર ખરીદનાર ઇમરાન મુસ્તાક શેખ (રહે સુફીયાન પાર્ક, દાણીલીમડા,અમદાવાદ) ને ઝડપી પાડી કાર કબજે કરી છે.

(5:27 pm IST)