Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વડોદરાના ન્યુ વીઆઈપી રોડ પર એપાર્ટમેન્ટમાં જુગાર રમતી 6 મહિલા સહીત 8 આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા

વડોદરા: શહેરના ન્યૂ વીઆઈપી રોડ પાસે એપાર્ટમેન્ટના ચોથા માળે જુગાર રમતી છ મહિલા સહિત ૮ આરોપીઓને બાપોદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય એક બનાવમાં ગાજરાવાડી પરેશનગરમાં જુગાર રમતા ૧૪ જુગારીઓને પાણીગેટ પોલીસે ઝડપી પાડયા છે.

શ્રાવણ મહિનો શરૃ થતાની સાથે  જ જુગારીઓએ જુગાર રમવાનું શરૃ કરી દીધું છે. ન્યુ વીઆઈપીરોડ ખોડિયારનગર પાસે શ્રીજી પ્લાઝા એપાર્ટમેન્ટમાં ચોથામાળે કેટલાક લોકો જુગાર રમતા હોવાની માહિતી બાપોદ પોલીસને મળી હતી. પોલીસે ઉપરોક્ત સ્થળે રેઈડ પાડીને (૧) અનિતા ઈશ્વરભાઈ હેમાણી  ઉ.વ.૪૫ (રહે. શ્રીજી પ્લાઝા એપાર્ટમેન્ટ) (૨) રોશની કિશોરભાઈ સેવાણી  ઉ.વ.૪૫ (રહે. વૃંદાવન સોસાયટી સંગમ ચાર રસ્તા  પાસે, હરણી રોડ , (૩) ભારતી રમેશભાઈ નાથાણી  ઉ.વ.૬૦ (રહે. બીલીપત્ર સોસાયટી, હરણી વારસિયા રીંગ રોડ (૪) જ્યોતિ  પરસોત્તમભાઈ બોજવાણી  ઉ.વ.૪૫ (રહે. નવજીવન હાઉસીંગ બોર્ડ, આજવારોડ) (૫) નાનકીબેન હીરાલાલ લાલાવણી  ઉ.વ.૫૩ (રહે. વાસવાણી કોલોની, વારસિયા)  (૬) લતાબેન વિમનદાસ  લાખાણી ઉ.વ.૫૫ (રહે. વારસીયા કોલોની વારસિયા)  (૭) વિનોદ ત્રિકમભાઈ સંતાઈ  ઉ.વ.૩૨ (રહે. અમદાવાદી બજાર, નડિયાદ જિ.ખેડા) (૮) રોનક મહેશભાઈ સીંધી  ઉ.વ.૨૦ (રહે. લકુલેશનગર-૧, આજવારોડ)ને ઝડપી પાડયા હતા. પોલીસે કુલ ૧૬,૧૮૦ રૃપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

(5:29 pm IST)