Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

નર્મદા જિલ્લા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા “પહેલી રાખી,દેશ પ્રેમ કી” અભિયાન અંતર્ગત જવાનોને રાખડી મોકલવા બીડું ઝડપ્યુ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હિન્દૂ ધર્મમાં રક્ષાબંધનના તહેવારનું ખુબજ મહત્વ રહેલું છે. આ તહેવાર નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને ખુબ જ રૂડા આશિર્વાદ આપે છે.રક્ષાબંધનને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભારતીના રક્ષકો કે જે સતત પોતાની તથા પોતાના પરિવારની ચિંતા કર્યા વગર દેશની સરહદે અડીખમ ઉભા રહીને પોતાના દેશની રક્ષા કરે છે તે ભાઈની ચિંતા પણ બહેનને થતી હોય છે.ત્યારે બહેનોની પણ ફરજ બને છે કે પોતાના દેશની સુરક્ષામાં ઉભા રહેલા ફૌજી ભાઈઓને રાખડીના કવરમાં પોતાના હાથે રૂડા આશિર્વાદ આપતો પત્ર લખીને મોકલે.ત્યારે નર્મદા જિલ્લા ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા “પહેલી રાખી, દેશ પ્રેમ કી” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના રાજ્યા નાં ૧૮,૫૪૪ ગામડાઓમાંથી એક એક રક્ષા અને પોતાની કાલીઘેલી ભાષામાં પત્ર દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર આર્મી જવાનોને મોકલવાનું બીડું ઝડપ્યું છે.

 આ અભિયાનમાં ગુજરાતભરના તમામ કલાકારો, સંતો, મહંતો, વિચારકો, સેલિબ્રિટીઓ, સામાજિક કાર્યકરો સહીત તમામ પ્રજાજનોને જોડી એક્ સાથે જોડવવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે જેનાથી દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર જવાનોને આત્મ બળ,રાષ્ટ્રવાદ અને જુસ્સો વધારવાથી તેમનું મનોબળ વધશે. આ શુભ કાર્ય ગ્રામ્ય વિસ્તારની બહેનો દ્વારા પણ કરવામાં આવ્યું અને દેશની રક્ષા કરી રહેલા ફૌજીઓને પહેલી રાખી દેશ પ્રેમ કીના રૂડા આશિર્વાદ સાથે રાખડી તથા શુભ આશિષ આપતો પત્ર મોકલવામાં આવેલ છે. આ કાર્યક્રમને સફળ બનાવવામાં સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડનાં નર્મદાના સંયોજક સંજય ભાઈ તડવી તેમજ ડૉ જીગરભાઈ ઇનામદારના માર્ગદર્શન હેઠળ ઝોન સંયોજક કિશોરસિંહ વાંસદીયાના સહયોગ થી પહેલી રાખી, દેશપ્રેમ કી”આપતો પત્ર લખીને મોકલે તેવું આયોજન કરાયું હતું.

 નર્મદા જિલ્લાના ગરુડેશ્વર,તિલકવાડા,નાંદોદ ડેડીયાપાડા સાગબારા,રાજપીપળા શહેર તાલુકામાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા “પહેલી રાખી, દેશ પ્રેમ કી” અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાતના ૧૮,૫૪૪ ગામડાઓમાંથી એક એક રક્ષા અને પત્ર દેશના સીમાડાઓની રક્ષા કરતા વીર આર્મી જવાનોને મોકલવાનું બીડું ઝડપ્યું છે આ અભિયાન માં ગુજરાતભરના તમામ સંતો,મહંતો,વિચારકો સહીત તમામ પ્રજાજનોને જોડી એક્સત્રતાથી જોડવાનો અનેરો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.

(6:46 pm IST)