Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

બેસણા ટેકરા પાસેથી પીક અપ ગાડીમાંથી રૂ.૮૬,૪૦૦ના દારૂ સાથે કુલ ૩ ને ઝડપી પાડતી દેડીયાપાડા પોલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહ દ્વારા લિસ્ટેડ બુટલેગરોની પ્રવૃતી પર વોચ રાખી વધુ ને વધુ કેસો શોધી કાઢવા સુચના મળતા ખાનગી બાતમીદારીનું નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી અસામાજીક પ્રવૃતીઓ પર અંકુશ મેંળવવા સુચના બાદ ડેડીયાપાડા પો.સ્ટે. ના પો.સ.ઇ.એ.આર ડામોર તથા પો.સ.ઈ.આર. આઈ. દેસાઈ સ્ટાફના માણસો સાથે પ્રોહી.ની રેડમાં નીકળેલા તે દરમિયાન બાતમી મળતા મોઝદા થી ડેડીયાપાડા તરફ જતી બાતમી વાળી પિકપ ગાડી નં.MH 05 R 5901 ને નાકાબંધી કરી અટકાવી તપાસ કરતા તેમાંથી ૧૮ પેટી કવાટરીયા નંગ-૮૬૪ જેની કિંમત રૂ.૮૬, ૪૦૦ મળી આવતા ગોવિંદ ચંદ્રસિંહ ગીરાસે, સ્વપ્નિલ દિનેશભાઇ મોરે,રવિન્દ્ર ધનસિંગભાઈ ગીરાસે,તમામ રહે.મહારાષ્ટ્ર ને ૮૬,૪૦૦ નો દારૂ,પિક અપ ગાડી તથા મોબાઈલ નંગ-૩ મળી કુલ-રૂ.૩,૦૧,૪૦૦/-પ્રોહી.ના મુદ્દામાલ ની વાહતુક કરતા ઝડપી પાડ્યા હતા જ્યારે ગૌતમાભાઇ નામનો વ્યક્તિ નંદુરબાર ખાતે કાળા રોડ ઉપર આવેલ પોતાના ઘરેથી આ પ્રોહી.મુદામાલ ભરી આપી હજર નહી મળી આવતા આ તમામ વિરૂધ્ધ પોહી. એકટ વિરૂધ્ધ ગુન નોંધી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે.
 

(6:55 pm IST)