Gujarati News

Gujarati News

News of Saturday, 25th July 2020

વડોદરામાં કોરોનાનો વધતો કહેર :વધુ 92 કેસ પોઝીટીવ ; કુલ કેસની સંખ્યા 4102 થઇ : વધુ બે દર્દીઓના મોત : મૃત્યુઆંક 74 થયો

વાધોડીયા રોડ , રાજનગર , આજવા રોડ , ભાયલી રોડ , મેમણ કોલોની , લાલબાગ , વારસીયા રીંગ રોડ , નવાપુરા સહિતના વિસ્તારોમાં કેસ નોંધાયા

વડોદરા : વડોદરામાં કોરોનાનો કહેર વધ્યો છે,આજે વધુ 92 કેસ નોંધાયા છે,આ સાથે અત્યાર સુધીમાં કુકલ કેસની સંખ્યા 4102 થયા છે આજે વધુ બે દર્દીઓના મોત થયા છે કુલ મૃત્યુઆંક 74 થયો છે આજે વધુ 45 દર્દીઓ સાજા થતા કુલ 3233 લોકોએ કોરોના સામે જંગ જીત્યો છે                                                

આજે વાડી , વાધોડીયા રોડ , રાજનગર , આજવા રોડ , ભાયલી રોડ , મેમણ કોલોની , લાલબાગ , વારસીયા રીંગ રોડ , નવાપુરા , પોલો ગ્રાઉન્ડ , ગોરવા , આર.વી.દેસાઇ રોડ , ભાટવાડા , અલકાપુરી , સમા , છાણી , નાગરવાડા , કારેલીબાગ , પાણીગેટ , માંજલપુર , સુભાનપુરા , હરણી રોડ , કલાલી , તાંદલજા , અકોટા જેવા વિસ્તારોમાં કોરોના કેસ નોંધાયા છે
 જયારે ગ્રામ્યમાં સીમળી , કરજણ , લુણા , કણજટ , પાદરા , રાયપુર , ઉડેરા , ભાયલી , સેવાસી , ડભોઇમાં કોરોના કેસ નોંધાયા છે 

(7:10 pm IST)