Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

ગુજરાતના નવનિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પદભાર ગ્રહણ કરતા પહેલા SGVP ગુરૂકુલની મુલાકાત લીધી

શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરી ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ મેળવ્યા : ગૌપૂજન કર્યું : સ્વામીજીએ SGVP ગુરુકુલ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવી

અમદાવાદ : ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નિયુકત થઈને આદરણીય શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ SGVP ગુરૂકુલમાં પધારીને શ્રી ઘનશ્યામ મહારાજના દર્શન કરીને પરમ પૂજય ગુરુવર્ય શ્રી માધવપ્રિયદાસજી સ્વામી તેમજ બાલકૃષ્ણદાસજી સ્વામીના આશીર્વાદ મેળવ્યા હતા સાથે ગૌપૂજન કર્યું હતું. સ્વામીજીએ  SGVP  ગુરુકુલ પરિવાર તરફથી હાર્દિક શુભેચ્છા પાઠવી હતી

મુખ્યમંત્રી પદ ગ્રહણ કરતાં પહેલા માનનીય પૂર્વ નામીત મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ, છારોડી ખાતે દર્શને તથા સંતોના આશીર્વાદ લેવા પધાર્યા હતા.

પૂજ્ય ગુરુવર્ય શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી અને પૂજ્ય પુરાણી શ્રી બાલકૃષ્ણદાસજી સ્વામીએ, ઋષિકુમારો દ્વારા વૈદિક મંત્રગાન અને પૂર્ણકુંભ સાથે તેમનું સ્વાગત કર્યું હતું, અને રાજ્ય સંચાલનમાં સફળતા માટે શુભ કામના પાઠવી હતી.

તેઓશ્રીએ પદભાર સાંભળતા પહેલા SGVPમાં દેવ દર્શન કરી, સંતના આશીર્વાદ લઈ ગાય માતાનું વેદોક્તમંત્રો સાથે વિધિવત પૂજન કરી મંગળ પ્રયાણ કર્યું હતું.તેવું SGVP ગુરૂકુલની યાદી જણાવે છે.

 

(1:44 pm IST)