Gujarati News

Gujarati News

News of Saturday, 25th September 2021

વડનગરના બાજપુરા ગામે રસીકરણ માટે ગયેલ આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલાનો પ્રયાસ

અમુક ગ્રામજનોએ રસી ન લેવા માટે આરોગ્ય કમર્ચારીઓ સાથે માથાકૂટ કરી અને મામલો બીચકયો

મહેસાણાના વડનગરના બાજપુરા ગામે આરોગ્ય ટીમ પર હુમલાનો પ્રયાસ થયો છે. રસી આપવા ગેયલી આરોગ્યની ટીમ પર હુમલાનો પ્રયાસ થયો છે.આરોગ્યની ટીમે વડનગર પોલીસને જાણ આ અંગે જાણ કરી હતી

મળતી માહિતી પ્રમાણે મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના બાજપુરા ગામે રસીકરણ માટે આરોગ્ય કર્મચારીઓની ટીમ ગામમાં પહોચી હતી. ત્યાં અમુક ગ્રામજનોએ રસી ન લેવા માટે આરોગ્ય કમર્ચારીઓ સાથે માથાકૂટ કરી હતી અને મામલો બીચકયો હતો. જે બાદ આરોગ્ય કર્મચારીઓની ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી, પણ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ન હતી. આ ઘટના બાદ અન્ય ગ્રામજનોની સમજાવટથી મામલો થાળે પડ્યો હતો.

(10:24 pm IST)