Gujarati News

Gujarati News

News of Monday, 25th October 2021

બાયડમાં ઉબડખાબડ રસ્તાના કારણોસર બાઈક સ્લીપ થતા શખ્સનું મોત

 

બાયડ: બાયડના આશાસ્પદ વેપારીનું પણ ઉબડખાબડ રસ્તાના કારણે બાઈક સ્લીપ ખાઈ જતાં સંજય કંસારા મોત નિપજ્યું હતું. મોડાસાથી કપડવંજનો સ્ટેટ હાઈ-વે વાહન ચાલકો માટે માથાનો દુ-ખાવો બની ચુકયો છે. સ્ટેટ હાઈ-વેમાં લેવલિંગનો અભાવ જોવા મળી રહ્યો છે અને સમતલ રસ્તો ન હોવાથી છાશવારે અકસ્માતના બનાવો બની રહ્યા છે. કયાંક મોટા ટેકરા તો કયાંક જરૃરી અમતલના અભાવે ટુ-વ્હીલર ચાલકો તોબા પોકારી ઉઠયા છે.

ધનસુરા-બાયડ અને ડેમાઈ જેવા શહેરમાંથી પસાર થતા આ સ્ટેટ હાઈ-વે ઉપર ઠેર-ઠેર અસમતલની સમસ્યા જોવા મળી રહી છે. અનેક જગ્યાએ હાઈ-વે ઉબડ ખાબડ બન્યો છે જેના કારણે રોજના આ સ્ટેટ હાઈ-વે ઉપર થી ૨૦ થી ૨૫ અકસ્માતના બનાવ બની રહ્યા છે અને નિદોર્ષ લોકો મોતના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. જવાબદાર એજ્ન્સી દ્વરા ચીવટ રાખવામાં ન આવતાં વાહન ચાલકોને તેની આકરી હિંમત ચુકવણી પડી રહી છે. ઉબડખાબડ સ્ટેટ હાઈ-વેનું સમતલ પેવરીંગ કરવામાં નહી આવે તો લોકો આંદોલનનો માર્ગ અખત્યાર કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. રોડ એજ્નસી લોકોનીઆ ગંભીર સમસ્યા સામે આંખ મીચામણા કરી રહી છે જેને લઈ લોકો રોષે ભરાયા છે. બાયડમાં ચશ્માની દુકાન ધરાવતા આશાસ્પદ વેપારી યુવાન સંજયભાઈ કંસારાનું ઉબડખાબડ રસ્તાના કારણે બાઈક સ્લીપ ખાઈ જતાં અકાળે મોત નિપજ્યું હતું. જેના કારણે વેપારીઓમાં રોષ ફેલાયો હતો.  રોડ એજન્સીની ગંભીર બેદરકારીના કારણે બાયડ શહેરમાં પણ જનતામાં રોષ ફેલાયો છે. ડામર રોડની નીચે પ્રોપર ટ્રીટમેન્ટ થતી નથી અને તેના કારણે સ્ટેટ હાઈ-વે અસમતલ બની ચુકયો છે. આ સ્ટેટ હાઈ-વે ઉપર થી રોજની હજારો માલવાહનો ટ્રકો પસાર થાય છે અને તેમાં ૭૦ થી ૧૦૦ ટન લોડીંગ ભરેલું હોય છે. ભારે ગાડીઓની સતત અવર-જવરના કારણે હાઈ-વે અસમતલ બની ચુકયો છે.

 

(5:29 pm IST)