-
રાજકોટમાં કડવા V/S લેઉઆ થતા ક્ષત્રિય સહિત અન્ય સમાજના મતો નિર્ણાયક access_time 12:05 pm IST
-
પરિવારમાં એક પણ સુપરસ્ટાર નથી, છતાં બોલિવૂડનો સૌથી ધનિક પરિવાર, ૧૦૦૦૦ કરોડની સંપત્તિ! access_time 10:08 am IST
-
હાફુસ કેરીની પુષ્કળ આવક ભાવ પ૦ ટકા ઘટી ગયા access_time 3:18 pm IST
-
યંત્ર પર ઓનલાઈન જુગારમાં દર પાંચ મિનીટે વિજેતા જાહેર થાયઃ આર.એસ.સુવેરા access_time 11:54 am IST
-
રાહત માંગવી કેજરીવાલને ભારે પડી : કોર્ટે અરજી ફગાવી ફટકાર્યો રૂ. ૭૫૦૦૦નો દંડ access_time 2:59 pm IST
News of Friday, 25th December 2020
નણંદની હેરાનગતિની ફરિયાદ 181ને મળતા સમસ્યાનું સમાધાન કર્યું
181 અભયમ મહિલા હેલ્પ લાઇન મહિલા સુરક્ષા માટે પુરુષો વિરૂદ્ધ જ નહી, પરંતુ મહિલાઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરતાં ચૂકતી નથી
(કાર્તિક બાવીશી દ્વારા )વલસાડ 181 અભયમ મહિલા હેલ્પ લાઇન પર એક મહિલાનો ફોન આવ્યો હતો અને નણંદ દ્વારા હેરાનગતિ થતી હોવાની ફરિયાદ કરી હતી. જેના પગલે 181ની ટીમે મહિલાના ઘરે જઇ કાઉન્સિલિંગ કરી તેની નણંદને સમજાવી મામલાનું સમાધાન કરાવ્યું હતુ.
વલસાડ અભયમ 181 હેલ્પલાઇન પર નણંદની હેરાનગતિનો ફોન આવતા અભયમની ટીમ ત્યાં પહોંચી હતી. જ્યાં એક બહેન ભાભી વિરૂદ્ધ પોતાના ભાઇને ચઢાવતી હતી. જેના કારણે ભાઇ પોતાની પત્ની સાથે મારઝુડ કરતો હતો. આ સમગ્ર ઘટનામાં 181ની ટીમે બે મહિલાઓ વચ્ચેના ખટરાગનું સમાધાન કરાવ્યું હતુ.
181 અભયમ મહિલા હેલ્પ લાઇન મહિલા સુરક્ષા માટે પુરુષો વિરૂદ્ધ જ નહી, પરંતુ મહિલાઓ વિરૂદ્ધ પણ કાર્યવાહી કરતાં ચૂકતી નથી. કોઇ પણ સંજોગોમાં તેઓ કાઉન્સિલીંગ કરી સમસ્યાનું નિવારણ કરે છે.
(9:31 pm IST)