Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

મોટીભમરી પંપિંગ હાઉસ પર ક્રેન પર ચઢી મેન્ટેનન્સનું કામ કરનાર કર્મચારી નીચે પટકાતા મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નાંદોદ તાલુકાના મોટી ભમરી ખાતે આવેલા પી.એમ.એસ. કંપની ના પંપીંગ હાઉસ ખાતે કેન ઉપર ચઢી મેન્ટેનસનું કામ કરતા રણધીરભાઇ ઉર્ફે અમન રૂલાસીસ ટ્રેડ ઉ.વ.૩૨ રહે.બિહાર નો અચાનક હાથ આકસ્મીક રીતે છટકી જતા તે કેન ઉપરથી નીચે પડી જતા માથાના ભાગે તેમજ પીઠ ઉપર ગંભીર ઇજા થતા તેને સારવાર માટે નેત્રંગ સી.એચ. સી.ખાતે લઇ જતા ફરજ પરના ડોકટરે મૃત જાહેર કરેલ છે.રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી તપાસ હાથ ધરી છે.
 નર્મદા જિલ્લામાં ચાલતા આવા કામોમાં કર્મચારીઓની સુરક્ષા માટે સુરક્ષાના સાધનો કોન્ટ્રાક્ટરો કે જે તે કંપની દ્વારા ન અપાતા આવી ઘટનામાં કર્મચારીઓના મોત થાય છે ત્યારે નિયમોનું પાલન ન કરનારા આવા કોન્ટ્રાક્ટરો કે કંપનીઓ સામે કેમ પગલાં લેવાતા નથી..? તેવા સવાલ ઉઠી રહ્યાં છે

(11:56 pm IST)