Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અટલજી સાથે વિજયભાઈ રૂપાણીના યાદગાર સંસ્મરણો

રાજકોટ : ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીની આજે જન્મ જયંતી છે. વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયી સાથે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અનેક કાર્યો કરવાની તક સાંપડી હતી. ભાજપના કોઈ પણ કાર્યક્રમમાં વડાપ્રધાન શ્રી અટલબિહારી બાજપાઈ આવતા ત્યારે મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી કાર્યક્રમોનું સંકલન સારી રીતે  કરતા હતા. આજે ભાજપ દ્વારા  અનેક વિકાસ કાર્યોને વધુ વેગવંતા કરીને અટલજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ખેડૂતોને સહાય આપીને તેમના બેંક ખાતામાં રૂપિયા જમા કરવામાં આવ્યા છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સોશિયલ મીડિયાના માધ્યમથી આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.તસવીરમાં અટલ બિહારી વાજપેયી સાથે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી નજરે પડે છે.

(4:46 pm IST)