Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતના પુણા કેનાલ રોડ નજીક ટેમ્પોએ બાઇકને હડફેટે લેતા ત્રણ શખ્સો ગંભીર રીતે ઈજાગ્રસ્ત:એક યુવાનનું સારવાર દરમ્યાન મોત

સુરત: શહેરના પુણા કેનાલ રોડ પર બે દિવસ પહેલા ટેમ્પોએ બાઈકને ટક્કર મારતા ઇજા પામેલા બે મિત્રો પૈકી યુવાનનું સારવાર દરમિયાન ગુરુવારે બપોરે મોત નીપજ્યું હતું. જ્યારે ઇજા પામેલા તેમના મિત્ર સારવાર આપવામાં આવી હતી.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ પૂણા ખાતે સીતાનગર ચોકડી પાસે મુક્તિધામ સોસાયટીમાં રહેતા 30 વર્ષીય નિલેશભાઈ કમલેશભાઈ ભડક ગત તારીખ 23મી રાત્રે તેમના મિત્ર અર્જુન સાથે કામ પૂર્ણ કરીને મોટરસાયકલ તારા ઘરે પરત આવવા નીકળ્યા હતા. તે સમયે પુણા કેનાલ રોડ પર પોલારિસ હોલની પાસે રોડ પર તેમની બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેથી ત્યાં લોકો એકત્ર થઈ લઈને ભારે હોબાળો મચાવ્યો હતું. જેથી ટેમ્પો ચાલકે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. જેમાં ગંભીર ઈજા પામેલા નિલેશભાઈને સારવાર માટે તરત સ્મીમેર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા અને તેમના મિત્ર અર્જુનને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યારે નિલેશભાઈનું સારવાર દરમિયાન ગઇકાલે બપોરે મોત નીપજ્યું હતું.

(5:00 pm IST)