Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતના મહિધરપુરામાં ઓફિસમાં પોલીસે છાપો મારી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ કરતા અડાજણના બે શેરદલાલની ઝડપી પાડ્યો

સુરત: શહેરના મહિધરપુરા કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડીંગની એક ઓફીસમાં મહિધરપુરા પોલીસે છાપો મારી શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતા અડાજણના બે શેરદલાલને ઝડપી લીધા હતા. પોલીસે તેમની પાસેથી લેપટોપ, કોમ્પ્યુટર, ત્રણ મોબાઈલ ફોન, રોકડ મળી કુલ રૂ.70,630 નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ, મળેલી બાતમીના આધારે મહિધરપુરા પોલીસે ગત બપોરે કંસારા શેરી સત્યનારાયણ બિલ્ડીંગ ના બીજા માળે 205 નંબરની ઓફીસમાં છાપો મારી ત્યાં શેરબજારમાં ડબ્બા ટ્રેડીંગ કરતા બે શેરદલાલ વિમલભાઇ વાડીલાલ મોરખીયા (શાહ) ( ઉ.વ.45, રહે.એ/1104, રીજન્ટ રેસીડેન્સી, પાલ, અડાજણ, સુરત. મુળ રહે,લવાણા, તા.દિયોદર જી.બનાસકાંઠા ) અને મુકેશભાઇ ઇશ્વરભાઇ પટેલ ( ઉ.વ.40, રહે. ઘર નં.287, છપ્પનીયો મહોલ્લો, અડાજણ ગામ, સુરત ) ને ઝડપી લીધા હતા. 

(5:01 pm IST)