Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

સુરતના મોટા વરાછામાં કોલેજીયન યુવાઈને પ્રેમજાળમાં ફસાવવા બીભત્સ વર્તન કરી નંબરની માંગણી કરનાર બે રત્નકલાકાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

સુરત: શહેરનામોટા વરાછા વિસ્તારમાં રહેતી અને કોલેજના ત્રીજ વર્ષમાં અભ્યાસ કરતી યુવતીને છેલ્લા છ મહિનાથી જનક માલવીયા (રહે. બી 203, પંચતત્વ રેસીડન્સી, મોટા વરાછા-અબ્રામા રોડ) કનડગત કરતો હતો. યુવતી કોલેજ જવા નીકળે અથવા તો ટ્યુશન કે ઘરના કોઇ પણ કામ માટે ઘરની બહાર નીકળે ત્યારે જનક તેનો પીછો કરી અશ્લીલ કોમેન્ટ કરતો હતો. આ ઉપરાંત યુવતીનો મોબાઇલ નંબરની પણ માંગણી કરી હતી. પરંતુ યુવતીએ આપવાનો ઇન્કાર કરી દેતા તેના નાના ભાઇ પાસે મોબાઇલ નંબરની માંગણી કરી હતી. યુવતીના નાના ભાઇએ પણ નંબર આપવાનો ઇન્કાર કરતા જનકે તેને માર માર્યો હતો. આ બાબતે યુવતીના પિતાએ જનકને ઠપકો આપતા તેમને પણ અપશબ્દો ઉચ્ચાર્યા હતા. જેને પગલે છેવટે યુવતીએ જનક માલવીયા વિરૂધ્ધ અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે જનક રત્નકલાકાર છે પરંતુ હાલમાં બેકાર છે. 

(5:02 pm IST)