Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

અમદાવાદમાં કોર્પોરેશનની વેબસાઇટ ઉપર કોરોનાની વેક્‍સીન માટે ઓનલાઇન રજીસ્‍ટ્રેશનની સુવિધા

અમદાવાદ: શહેરમાં નજીકના સમયગાળામાં આવનાર કોવિડ-૧૯ વેક્સીન માટે માહિતી એકત્રિત કરી રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ અંગે AMC દ્વારા જણાવવામાં આવ્યું છે કે, જે નાગરિકોએ તેઓના ઘરે આવેલ હેલ્થ વર્કર પાસે કોવિડ-૧૯ વેક્સિનેશન માટે રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તેવા તમામ નાગરિકોએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના તેઓના વિસ્તારના અર્બન હેલ્થ સેન્ટર પર જઈ રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

આ માટે જે-તે નાગરિકો પોતાનું ઈલેકશન કાર્ડ/ ડ્રાઈવિંગ લાયસન્સ/ પાન કાર્ડ ફોટો આઈ.ડી. તરીકે સાથે રાખવાનું રહેશે. આ પ્રક્રિયા માટે આધાર કાર્ડ માન્ય ગણાશે નહી.

આ ઉપરાંત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) વેબસાઈટ www.ahmedabadcity.gov.in ઓપન કરી કવીક લિન્ક સેક્શનમાં જઇ કોવિડ-૧૯ વેક્સીનેશન રજીસ્ટ્રેશન માટે આપેલી લિંક (https://forms.gle/dkFZ8FWtad2gu39u8) પર ક્લીક કરી અથવા ઉપર આપેલ લિંક પર ક્લીક કરી પોતાનું રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. આ પ્રક્રિયા જેઓનું રજીસ્ટ્રેશન બાકી છે, તેવા નાગરિકોએ જ હાથ ધરવી.

આટલું જ નહીં, AMC દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે, આપના વિસ્તારના 50 વર્ષ થી ઉપરના તેમજ ડાયાબીટીસ, કીડની જેવી ગંભીર બિમારી ધરાવતા નાગરિકોની કોવિડ રસી માટેની નોંધણી બાકી રહી ગઇ હોય તો તેઓ નજીકમા આવેલ અર્બન હેલ્થ સેન્ટરમાં ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ ,એડ્રેસ પ્રૂફ સાથે જઈ તત્કાલીક નોંધ કરાવી લે. જેથી તેમનો રસી માટે ના લીસ્ટમાં સમાવેશ થઇ જાય.

(5:18 pm IST)