Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત : રસ્તા ઉપર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિક કાર્યક્રમો : કાલે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શને જશે

દિવ:::દિવમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું રસ્તા ઉપર ઠેર-ઠેર લોક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા કાલે શ્રી ગંગેશ્વર મહાદેવ મંદિરે દર્શને જશે.

        આજે બપોરે રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદનું આગમન થતાં પ્રશાસક પ્રફુલ પટેલ અને કલેકટર સલોની રાય દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારબાદ રાષ્ટ્રપતિશ્રી રામનાથ કોવિંદના હસ્તે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. કાલે સવારેશ્રી રામનાથ કોવિંદ શ્રી ગંગેશ્વર મહાદેવના દર્શન કરીને પૂજન અર્ચન નો લાભ લેશે. શ્રી રામનાથ કોવિંદનું આગમન થતા દીવમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.(તસવીર - અહેવાલ : શકીલ કાશમાણી - દિવ)

(7:12 pm IST)