Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

ઠાસરા તાલુકામાં એનઆરઆઇનું મકાન પચાવી પાડનાર બે વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુનો દાખલ

 

નડિયાદ : ઠાસરા તાલુકાના ડાકોરના દલાપુરા ગામે લેન્ડ ગ્રેબિંગ એકટ અનવ્યે ફરિયાદ નોંધાઇ છે. બનાવમાં બે વ્યક્તિઓ ગેરકાયદેસર રીતે મકાનનો કબ્જો જમાવી દીધો હોવાની ઘટના ઘટી છે.

અમદાવાદના થલતેજમાં રહેતા ઉત્કર્ષ પટેલને  તેમના પિતાના મિત્ર અતુલકુમાર ચતુરભાઇ પટેલે પાવર ઓફ એર્ટની કરી આપી છે.જો કે અતુલકુમાર પટેલ વલ્લવપુરા ગામના વતની છે અને તેઓ અમેરિકામાં વસવાટ કરે છે.થોડા મહિના અગાઉ તેઓ દલાપુરા ખાતે આવ્યા હતા.તે સમયે તેમના મલિકીના સર્વે નંબરવાળા મકાનમાં  અશોકભાઇ વાઘજીભાઇ પટેલ અને મેહુલ અશોકભાઇ પટેલ મકાનમાં ગેરકાયદેસર રીતે બીજુ તાળુ મારી કબજે કર્યો છે. જે અંગે અતુલભાઇને જાણ થતા વારંવાર અશોકભાઇને અને મેહુલભાઇને મકાનનો કબ્જો છોડવા સમજાવ્યા હતા.તેમ છતા બંને વ્યક્તિઓએ મકાનનો કબ્જો છોડયો હતો. જેથી અંગે ગત તા.૨૨-૧૧-૨૦૨૧ ના રોજ ગુજરાત જમીન પચાવી પાડવા પ્રતિબંધ અધિનિયમ-૨૦૨૦ હેઠળ અરજી કરવામાં આવી હતીજે અંગે જિલ્લા સમાહર્તાએ અરજી માન્ય રાખી પોલીસ કેસ કરવા જણાવ્યુ હતુ.જેથી અંગે ઉત્કર્ષ દિલીપભાઇ પટેલે ડાકોર પોલીસ મથકે અશોકભાઇ વાઘજીભાઇ પટેલ અને મેહુલ અશોકભાઇ પટેલ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી છે.જ્યારે ડાકોર પોલીસે ગુનો નોંધી અગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:15 pm IST)