Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાજપીપળા નગરપાલિકા ખાતે 73મા પ્રજાસત્તાક દીને યુવા પાલિકા પ્રમુખના કુલદીપસિંહ ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાષ્ટ્રના 73 માં પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નગરપાલિકા ખાતે પાલિકા પ્રમુખ કુલદીપસિંહ ગોહિલએ રાષ્ટ્ર ધ્વજ લહેરાવી ત્રિરંગાને સલામી આપ્યા બાદ  આઝાદી બાબતે સંબોધન કર્યું હતું આ ઊજવણી ટાણે પાલિકા ખાતે ચીફ ઓફિસર રાહુલદેવ ઢોડીયા સહીત પાલિકા સદસ્યો અને કર્મચારીઓએ હાજર રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.

73મા પ્રજાસત્તાક દીને પાલિકા પ્રમુખના કુલદીપસિંહ ગોહિલે દેશની આઝાદી અપાવવામાં રાષ્ટ્રપુરૂષો સહિત “ મા ભોમ ” કાજે શહીદી વહોરનારા આઝાદીના લડવૈયાઓ અને “ માં ભોમ ” ની આન-બાન અને શાનને બરકરાર રાખવા અને “ મા ” ભારતીની રક્ષા કાજે પ્રાણ ન્યોછાવર કરનારા વીરોના પ્રતાપે આજે આપણે લોકશાહી દેશના નાગરિક તરીકે મુક્ત છીએ, આ તમામ રાષ્ટ્રપુરૂષો તેમજ દેશના સ્વતંત્ર અખંડ ભારતના નિર્માતા રાષ્ટ્રના શહીદ સપૂતોને શ્રધ્ધા સૂમન અર્પણ કરી તેમણે હ્રદયપૂર્વક અંજલી અર્પી હતી અને રાજપીપળા શહેરમાં થઇ રહેલા વિકાસના કામોમાં લોકોને પડતી મુશ્કેલી બાબતે જણાવ્યું કે હાલમાં મુશ્કેલી પડશે પરંતુ આવનારા દિવસોમાં સૌને સારી સુવિધાઓનો લાભ પણ મળશે.
આ તબક્કે નગરપાલિકાના 14 નિવૃત કર્મચારીઓને તેમના ગ્રેજ્યુટીના નિકળતા નાણાં ના ચેકનું વિતરણ પાલિકા પ્રમુખ અને સદસ્યોને હસ્તે કરવામાં આવ્યું હતું.અંતમાં પાલિકાના ઈજનેર હેમરાજસિંહ રાઠોડે આભરવિધિ કરી હતી.

(10:52 pm IST)