Gujarati News

Gujarati News

News of Wednesday, 26th January 2022

રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં 90 લાખના ખર્ચે ફાયર સેફટી યુનિટ નાંખવાની શરૂઆત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગરપાલિકા દ્વારા થોડા સમય પહેલા કેટલીક શાળા અને રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમનું પાલન ન કરવા બાબતે સીલ મરાઈ હતી ત્યારબાદ રાજપીપળા સિવિલમાં હાલમાં ફાયર સેફટી માટેની કામગીરી ચાલુ થઈ જેમાં જાણવા મળ્યા મુજબ લગભગ 90 લાખના ખર્ચે આ કામગીરી હાલમાં થઈ રહી છે

જોકે રાજપીપળા સિવિલનું હાલનું મકાન પીઆઇયું દ્વારા કંડમ જાહેર કરાયું છે અને જીતનગર ખાતે નવું મકાન તૈયાર થઈ રહ્યું છે માટે હાલ માં થઈ રહેલો લાખોનો ખર્ચ નકામો જશે તેવી વાત પણ સિવિલમાં સંભળાઈ રહી છે પરંતુ નિયમોનું પાલન કરવા આ જરૂરી હોય હાલ આ કામગીરી ચાલી રહી છે.

(10:57 pm IST)