Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

નિવાલ્દા ગામની મિશન સ્કૂલમાં ચોરાયેલ મોટર ચોરોને ગણતરીના કલાકોમાં પકડી પાડતી દેડીયાપાડાના પીલીસ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : તા.23 મેંના રોજ દેડીયાપાડા પોલીસ સ્ટેશન ફરીયાદ દાખલ થયા મુજબ મિશન ત્રણ રસ્ત પાસે મિશન સ્કૂલના રૂમમાંથી ઇલેક્ટ્રીક મોટર કિ.રૂ.૧૦,૦૦૦ની કોઇ અજાણ્યો ચોર ઇસમ રૂમનું તાળુ તોડી ચોરી કરી ગયેલ છે, જે ફરીયાદ આધારે દેડીયાપાડા પોલીસ સ્ટેશન માં ગુનો દાખલ થયો હતો

 આ ફરિયાદ મુજબ હિંમકર સિંહ પોલીસ અધિક્ષક નર્મદા તથા રાજેશ પરમાર નાયબ પોલીસ અધિક્ષક રાજપીપલા ડીવીઝન નાઓએ અનડીટેક્ટ ગુનો શોધી કાઢવા જરૂરી સુચના આપેલ હોય જે આધારે સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર  પી.પી.ચૌધરીના સીધા સુપરવીઝન હેઠળ એ. આર .ડામોર પી.સબ.ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટે. દેડીયાપાડા તથા સર્કલ  એ.એન.પરમાર સેકન્સ પો.સબ.ઇન્સ. દેડીયાપાડા પો.સ્ટે. તથા પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા

  દરમ્યાન એ.આર.ડામોર ને બાતમી મળેલ કે, નિવાલ્દા મિશન સ્કૂલમાં થયેલ ઇલેક્ટ્રીક મોટર ચોરીના આરોપીઓ ચોરેલી મોટરને વેચવા દેડીયાપાડા બજારમાં આવનાર છે. જે બાતમી આધારે દેડીયાપાડા ધામણખાડીના પુલ પાસે નાકાબંધી કરી આરોપી (૧) અનેશભાઇ કેમભાઇ વસાવા રહે નબુડી તા.દેડીયાપાડા  તથા (૨) અજયભાઇ નિલેશ ભાઇ વસાવા રહે નિવાલા તા,દેડીયાપાડા ને આ મોટર સાથે પકડી લઈ અનડીટેક્ટ ગુનાને ગણતરીના કલાકોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(11:37 am IST)