Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

અમદાવાદમાં ફકત પાંચ માઇક્રોકન્ટેનમેંટ ઝોન રહ્યા

એપ્રિલના ત્રીજા અઠવાડીયા સુધી ૪૦૦ થી વધુ ઝોન હતા

અમદાવાદ તા. ર૬: શહેરમાં કોરોના નિયંત્રણમાં કરવા માટે લગાવાયેલ માઇક્રો કન્ટેનમેંટ ઝોનની સંખ્યામાં હવે સતત ઘટાડો થઇ રહ્યો છે. મંગળવારે પાંચ ઝોન હટાવાતા હવે પ જ બાકી છે.

અમદાવાદમાં દક્ષીણથી ત્રણ, પૂર્વ અને દક્ષીણ પશ્ચિમથી ૧-૧ માઇક્રો કન્ટેનમેંટ ઝોન દુર કરાયા હતા. જેથી ૧૦ માંથી હવે પ ઝોન જ રહ્યા છે. એપ્રિલના બીજા સપ્તાહથી લઇને ત્રીજા સુધી અમદાવાદમાં દર્દીઓની વધતી સંખ્યાના લીધે માઇક્રો કન્ટેન્ટમેન્ટ ઝોન ૪૦૦ થી વધુ થઇ ગયા હતા.

(12:16 pm IST)