Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ઈમાનદારી :વલસાડ સીટી પોલીસે શ્રમજીવી દંપતિનું રૂ. 7000 ભરેલું ખોવાયેલું પર્સ પરત કર્યું

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડના એસટી ડેપો પાસે મનીષાબેન  સુરેશભાઈ ભીલ (મૂળ રહે. જિલ્લો. ડુંગરપુર, રાજસ્થાન અને હાલ રહે. મોગરાવાડી, ગુજરાતી સ્કૂલની સામે, વલસાડ) નું પાકીટ ખોવાઈ ગયું હતું. જે પાકિટમાં 7000 હજાર રોકડ રકમ પણ હતી. મનીષાબેન અને તેમના પતિ બંને રાજસ્થાનથી વલસાડ મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવતા હોય પાકિટ ખોવાઈ જતા ઘણી શોધખોળ બાદ પણ મળ્યું ન હતું. જેને લઈને વલસાડ સીટી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ રાજકુમાર ઉપાધ્યાય આ વિસ્તારમાં  પેટ્રોલિંગ કરી રહ્યા હતા, તે  દરમિયાન તેમને  પાકીટ મળી આવ્યું હતું. જે મૂળ માલિક નો સંપર્ક કરી  પાકિટ પરત કરાયું હતું. પાકિટ મળતા મનીષા બેન અને તેમના પતિએ પોલીસની કામગીરીને બિરદાવી હતી.

(1:06 pm IST)