Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

ગાંધીનગરમાં બક્ષીપંચ મોરચાની શુભેચ્છા બેઠક : વિવિધ સેવા કાર્યક્રમો માટેના પ્લાનને આખરી ઓપ

રાજકોટ : પ્રદેશ ભાજપની યોજના અનુસાર રાજયમાં સંગઠન સંરચના અંતર્ગત સંગઠન પ્રક્રિયા હાથ ધરાઇછે. તે અંતર્ગત તાજેતરમાં પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ તરીકે રાજકોટના યુવા નેતા અને પૂર્વ મેયર ઉદય કાનગડની વરણી કરવામાં આવી છે. ત્યારે ગાંધીનગર કમલમ કાર્યાલયે તાજેતરમાં ગુજરાતભરના બક્ષીપંચ મોરચાના આગેવાનોની સૌપ્રથમ શુભેચ્છા બેઠક પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી. આર. પાટીલ, પ્રદેશ ભાજપ મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, રજનીભાઇ પટેલ, પ્રદીપસિંહ વાઘેલા, વિનોદભાઇ ચાવડા, ભાર્ગવભાઇ ભટ્ટની ઉપસ્થિતિમાં યોજવામાં આવી હતી. આ તકે સી. આર. પાટીલે ઉદયભાઇનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતુ. બાદમાં ઉદયભાઇએ વિધિવત ચાર્જ સંભાળી આગળની કામગીરી હાથ ધરી હતી.  ઉદયભાઇ કાનગડ, મોરચાના મહામંત્રી મયંક નાયક, સનમ પટેલ દ્વારા સી. આર. પાટીલ તેમજ પ્રદેશ આગેવાનોનું શાલ ઓઢાડી શીલ્ડ આપી સન્માન કરવામાં આવેલ. દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં કેન્દ્ર સરકારે ૭ વર્ષ પૂર્ણ થતા બક્ષીપંચ મોરચા દ્વારા હાથ ધરવામાં આવનાર વ્યસન મુકિત અભિયાન, માસ્ક વિતરણ, સેનીટાઇઝર વિતરણ, રસીકરણ, ઉકાળા વિતરણ સહીત વિવિધ સેવાકાર્યો અંગે આ તકે સૌને માહીતગાર કરવામાં આવ્યા હતા. તે સમયની તસ્વીર નજરે પડે છે.

(4:21 pm IST)