Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

સરકારનો દાવો

રાજયમાં મ્યૂકર માઇકોસિસના અત્યાર સુધી નોંધાયેલા કુલ કેસોમાંથી ૧૪.૩% દર્દીઓ સ્વસ્થ થયા

ગાંધીનગર તા.ર૬ : કોરોનાના પ્રવર્તમાન એપીડેમીકમાં રાજયભરમાં મ્યુકર માઇક્રોસીસના કેસો સામે આવી રહ્યા છે. ભારત સરકાર તથા રાજય સરકાર દ્વારા એપેડેમીક એકટ ૧૮૯૭ અન્યવયે આ રોગને મહામારી જાહેર કરવામાં આવેલી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મ્યુકર માઇક્રોસીસના દર્દીઓની સારવાર માટે સમગ્ર રાજયમાં એકસૂત્રતા જળવાય ઝડપી સારવાર મળે તેવા હેતુથી ૧૧ તજજ્ઞ તબીબોની એક ટાસ્ક ફોર્સની રચના કરવાનો નિર્ણય કર્યો છે. આ ટાસ્ક ફોર્સ દ્વારા સતત પરામર્શ કરીને સારવારના પ્રોટોકોલ અને માર્ગદર્શિકા નકકી કરવામાં આવશે.

મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજય સરકારે દરેક સિવિલ હોસ્પી.માં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગરમાં આ રોગના સંક્રમિતો માટે અલાયદા વોર્ડસ શરૂ કર્યાછે. આ રોગની અસર જેમને થઇ છે. તેમને ત્વરિત સારવાર આપવાની વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

સીએમ રૂપાણીએ આ રોગનો વ્યાપ વધે નહી તે માટે અરોગ્ય તંત્ર શહેરી અને જિલ્લા સ્તરે વિશેષ કાળજી લે તેવી તાકીદ પણ કરી છે. આટલું જ નહી આ રોગની સારવાર માટે જરૂરી એવા ઇન્જેકશનની સર્વ વ્યાપી ઘટ હોવા છતાં રાજય સરકારે આગોતરી અને યોગ્ય વ્યવસ્થાઓ કરી છે, જેના કારણે રાજયમાં મ્યુકોર માઇકોસીસ રોગને વધુ ફેલાતો અટકાવી શકાયો છે.

ટાસ્ટ ફોર્સમાં કોણ કોણ રહેશે? રાજય સરકાર દ્વારા મ્યુકર માઇકોસીસના રોગના નિયંત્રણ માટેની રચવામાં આવેલી ટાસ્ક ફોર્સમાં ડેન્ટલ, ઇ. એન. ટી., ઓપ્થેલ્મોલોજી, મેડિસીન વિભાગના રાજયની વિવિધ હોસ્પિટલો તેમજ મેડીકલ કોલેજોના ૧૧ તજજ્ઞ તબીબોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ ટાસ્ક ફોર્સમાં અમદાવાદની સરકારી ડેન્ટલ કોલેજના અધિક નિયામક અને ડીન ડો. ગીરીશ પરમાર, બી. જે. મેડીકલ કોલેજ, સીવીલ હોસ્પિટલના મેડીસીન વિભાગના ડો. કમલેશ ઉપાધ્યાય, બી. જે. મેડીકલ કોલેજના ઇ.એન.ટી. ડો. બેલા પ્રજાપતિ, અમદાવાદની એમ. એન્ડ જે. ઇન્સ્ટિટયુટ ઓફ ઓપ્થેલ્મોલોજીના ઓપ્થેમોલોજી ડો. હંસા ઠકકર, સુરતની સરકારી મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. અશ્વિન વસાવા, સુરતની સરકારી મેડીકલ કોલેજના ઇ. એન. ટી. વિભાગના ડો. આનંદ ચૌધરી, જામનગરની એમ. પી. શાહ મેડીકલ કોલેજના મેડીસીન વિભાગના ડો. બી. આઇ. ગોસ્વામી, રાજકોટની પી. ડી. યુ. મેડીકલ કોલેજના ઇ. એન. ટી. વિભાગના ડો. સેજલ મિસ્ત્રી, રાજકોટની પી.ડી. યુ. મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીતિ શેઠ, ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઇ. એન. ટી. વિભાગના ડો. સુશીલ ઝા તેમજ ભાવનગરની સરકારી મેડીકલ કોલેજના ઓપ્થેલ્મોલોજી ડો. નીલેશ વી. પારેખનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આપણ વાંચો : નવા ડીજીટલ નિયમોને લઇને ટવીટર - ઇન્સ્ટાગ્રામ તરફથી કોઇ જવાબ નહી, હવે સરકાર શું કરશે ?

મ્યુકર માઇકોસીસના રોગચાળાના શું છે તારણો ?

આ મ્યુકર માઇકોસીસના રોગચાળા સંદર્ભમાં રાજયના આરોગ્ય વિભાગે ગુજરાતમાં રોગગ્રસ્તોની સારવાર, વય અને જાતિજૂથ તેમજ અન્ય બાબતો અંગે જે તારણો-નિષ્કર્ષ કાઢયો છે.

રાજયભરમાં મ્યુકર માઇકોસીસના અત્યાર સુધીમાં નોંધાયેલ કુલ દર્દીઓમાંથી ૮૧.૬ ટકા દર્દીઓ હાલમાં રાજયની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઇ રહ્યા છે. જયારે ૧૪.૩ ટકા દર્દીઓ સાજા થયા છે તેમજ ૪.૧ ટકા દર્દીઓના મૃત્યુ થયા છે.

વય જૂથની દ્રષ્ટિએ જોઇએ તો આ રોગના દર્દીઓ પૈકી માત્ર ૦.પ ટકા દર્દીઓ ૧૮ વર્ષથી ઓછી વયના ર૮.૪ ટકા દર્દીઓ ૧૮ થી ૪પ વર્ષની ઉમરના ૪૬.૩ ટકા દર્દી-ો ૪પ થી ૬૦ વર્ષની ઉમરના છે જયારે ર૪.૯ ટકા દર્દીઓ ૬૦ થી વધારે વયના છે.

આ રોગનું પ્રમાણ સ્ત્રીઓની સરખામણીએ પુરૂષોમાં વધારે જોવા મળ્યું છે અને અત્યાર સુધી નોંધાયેલા કુલ દર્દીઓમાંથી ૬૭.૧ ટકા પુરૂષો જયારે ૩ર.૯ ટકા સ્ત્રી દર્દીઓ છે.

આ રોગમાંના માત્ર ૩૩.પ ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન ઓકસીજનની જરૂર પડે હતી. જયારે ૬૬.પ ટકા દર્દીઓને ઓકિસજનની જરૂરીયાત ઉભી થઇ નહોતી. એટલું જ નહીં., નોધાયેલ કુલ દર્દીઓમાંથી પ૯.૦૦ ટકા દર્દીઓને ડાયાબીટીસ, રર.૧ ટકા દર્દીઓને ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ જયારે ૧પ.ર ટકા દર્દીઓને કોમોર્બિડ કન્ડીશન હોવાનું સામે આવ્યું છે.

૪૯.પ  ટકા દર્દીઓને કોરોનાની સારવાર દરમ્યાન સ્ટીરોઇડ થેરાપી આપવામાં આવી હતી. જયારે પ૦.પ ટકા દર્દીઓમાં સ્ટીરોઇડ થેરાપીની જરૂર પડી નહોતી.

(4:21 pm IST)