Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

સુરતમાં મૂળ પાલીતાણાના બે સગા જૈન મુની ભાઈઓએ કોરોનાને હરાવ્યો :શરું કર્યું વિહાર

ગુરૂ ભગવંતો સહિત 10 વર્ષની દીકરીથી લઈને 90 વર્ષના વૃધ્ધા સહિત 17 દર્દીઓ સંપ્રતિ કોવિડ આઈસોલેશન સેન્ટરથી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા

સુરત: સુરતના અડાજણ ખાતે જૈન ઈન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશન સંચાલિત જૈન સમાજના સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં પાલિતાણાના બે સગા જૈન મુનિ ભાઈઓ તેમજ એક સંસારી ભાઈ મળી ૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો. 55 વર્ષીય જૈનાચાર્ય જિનરત્નસૂરીશ્વરજી મ.સા., 52 વર્ષીય મુનિરાજ વિરાગરત્ન વિજય મ.સા.તથા તેઓના 56 વર્ષીય સંસારીભાઈ નરેશભાઈ કોરોના સંક્રમિત થયા હતા. આજે ગુરૂ ભગવંતો સહિત 10 વર્ષની દીકરીથી લઈને 90 વર્ષના વૃધ્ધા સહિત 17 દર્દીઓ સંપ્રતિ કોવિડ આઈસોલેશન સેન્ટરથી સ્વસ્થ થઈ ઘરે પરત ફર્યા છે.

  જૈનાચાર્ય શ્રીમદ વિજય જિનરત્નસૂરીશ્વરજી મહારાજ, તેમના નાના ભાઈ વિરાગજિનરત્નસૂરીશ્વરજી ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે છેલ્લાં બે વર્ષથી બિરાજમાન છે. આ દરમિયાન 15 દિવસ પહેલાં બંને જૈન મહારાજશ્રીઓ કોરોના સંક્રમિત થયાં હતાં.

નાચાર્ય શ્રીમદ વિજય જિનરત્નસૂરીશ્વરજી મહારાજે જણાવ્યું હતું કે, પાલિતાણામાં કોવિડના પ્રાથમિક લક્ષણો જણાતાં સિટીસ્કેન કરાવ્યો, જેમાં કોરોના ઇન્ફેકશન હોવાનું જણાયું હતું. સ્થાનિક તબીબે પાલિતાણામાં કોરોના સારવારની વિશેષ સુવિધા ન હોવાથી તેમણે ભાવનગર કે અન્ય શહેરમાં હોસ્પિટલમાં સારવાર લેવાની સલાહ આપી.

અમે અવારનવાર સાધુ-સાધ્વી અને ગુરૂ ભગવંતોના મુખેથી પ્રવચનોમાં સુરતના સંપ્રતિ કોવિડ કેર અને આઇસોલેશન સેન્ટરની ઉત્તમ સારવાર વ્યવસ્થા વિષે સાંભળ્યું હતું. જેથી આ સેન્ટરમાં સારવાર લીધી હતી.

સંપ્રતિ કોવિડ કેર સેન્ટરમાં 14 દિવસની સારવાર બાદ કોરોનાને મ્હાત આપી બે જૈન મુનિઓએ વિહાર શરૂ કર્યું હતું. પાલિતાણાના બે સગા જૈન મુનિ ભાઈઓ તેમજ એક સંસારી ભાઈ મળી 3 દર્દીઓએ કોરોનાને હરાવ્યો હતો.

લોકોને કોરોનાથી ડરવાના બદલે મક્કમતાથી મુકાબલો કરી યોગ્ય સારવાર લેવાનો સંદેશ આપતાં કોરોનામુક્ત થયેલાં જૈન સાધુ ભગવંતો:સુરતના સંપ્રતિ કોવિડ આઈસોલેશન સેન્ટરનું ભકિતમય અને આધ્યાત્મિક વાતાવરણ દર્દીઓ માટે સંજીવની સાબિત થઈ રહ્યું છે. જોકે આ જૈન સમાજના આ કાર્યને જૈન સમાજ પણ વખાણી રહિયા છે ત્યારે આ આઇસોલેસન સેન્ટર વખાણ કરી જૈન મુનિ વિહાર પર નીકળ્યા હતા

(11:57 pm IST)