Gujarati News

Gujarati News

News of Wednesday, 26th May 2021

પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવાઈ : નીતિનભાઈ પટેલ

હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે -૨૦૨૧ થી ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે

અમદાવાદ : કોરોના મહામારીને ધ્યાને લઈને રાજય સરકારનો મહત્વનો નિર્ણય કર્યો છે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારી સંદર્ભે રાજ્ય સરકારનું પેન્શન મેળવતા તમામ પેન્શન ધારકો માટે હયાતીનું ખરાઈ પ્રમાણપત્રની મુદત વધુ એક માસ માટે લંબાવવામાં આવી છે.

તેમણે ઉમેર્યુ કે, નાણાં વિભાગની સ્થાયી જોગવાઇઓ મુજબ રાજ્ય સરકારના તમામ પેન્શનરોને દર વર્ષે હયાતીની ખરાઇ મે મહિનાથી શરૂ કરી જુલાઈ મહિના સુધી કરાવવાની હોય છે. પરંતુ કોરોના મહામારીને ધ્યાને લઇને રાજ્ય સરકારના તમામ પેન્શનરો માટે હયાતીની ખરાઇ વધુ એક માસ એટલે કે ઓગસ્ટ -૨૦૨૧ સુધી લંબાવવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે એટલે હવે પેન્શનરો તેમના હયાતીના ખરાઈ અંગેની પ્રક્રિયા મે -૨૦૨૧ થી ઓગસ્ટ -૨૦૨૧ સુધી કરાવી શકશે તેમ તેમણે ઉમેર્યુ છે.

(12:49 am IST)