Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી

પોરબંદર, જામનગર, જૂનાગઢ મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની સંભાવના વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની સંભાવના નહીવત

અમદાવાદ : રાજ્યના હવામાન વિભાગ દ્વારા કચ્છમાં પણ હળવા વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે...પોરબંદર, જામનગર, જૂનાગઢમાં હળવા વરસાદની સંભાવના છે.

 અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં હળવો વરસાદ પડશે. જ્યારે મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં વરસાદની સંભાવના છે. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતા ભારે વરસાદની સંભાવના નહીવત છે.

(11:41 am IST)