Gujarati News

Gujarati News

News of Saturday, 26th June 2021

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામની સિમમાં આવેલી વન વિભાગની નર્સરી પર વન વિભાગના કર્મીઓ પર કુનબાર ગામના 30 જણના ટોળાએ હુમલો કરી સરકારી મિલકતને મોટું નુકસાન પહોચાડ્યુઃ રાઉન્ડ ફોરેસ્ટરની ફરિયાદને આધારે પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી

રાજપીપળા: નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કુનબાર ગામની સિમમાં આવેલી વન વિભાગની નર્સરી પર વન વિભાગના કર્મીઓ પર કુનબાર ગામના 30 જણના ટોળાએ હુમલો કરી સરકારી મિલકતને મોટું નુકસાન પહોચાડ્યુ હતું. રાઉન્ડ ફોરેસ્ટરની ફરિયાદને આધારે પોલીસે ટોળા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

ડેડીયાપાડાના કુનબાર ગામના અમરસિંગ નવા વસાવા, હરિસિંગ નવા વસાવા, જગદીશ જયંતિ વસાવા, સંજય સોમા વસાવા, પારસિંગ નવીયા વસાવા, ઘનશ્યામ વેસ્તા વસાવા, દિનેશ અમરસિંગ વસાવા, અર્જુન રમણ વસાવા, મંગુ બામણીયા વસાવા, ગણપત પારસિંગ વસાવા, વિરસિંગ નવીયા વસાવા, રાજેન્દ્ર અમરાસિંગ વસાવા, ખાનસિંગ દામજી વસાવા સહિત આશરે 30 જેટલા લોકોનું ટોળુ મારક હથિયારો સાથે સોરાપાડા રેંજની કુનબાર સેન્ટ્રલ નર્સરીમાં પ્રવેશ કરી વન ખાતાની આરક્ષિત જંગલ જમીન ખેડાણ કરવા આપો એવી માંગણી કરી હતી.દરમિયાન ત્યાં હાજર વન કર્મીઓ સાથે જપાજપી કરી વન કર્મીઓને જાનથી મારી નાખવાની ધનકી આપી હતી.

દરમિયાન ટોળાએ કુનબાર નર્સરીમાં ફૂલછોડ તથા વૃક્ષો પણ કાપી નાખ્યા હતા અને નજીકમાં જ ઈકોટુરિઝમ સરકારી ટેન્ટના અને સિક્યુરિટી કેબિન દરવાજા અને કાચ તથા સરકારી બાકડાઓ બાકડાઓ તોડી 60,000 રૂપિયાની સરકારી મિલકતને નુકસાન પહોચાડ્યું હતું.

જો કે આ ઘટના સંદર્ભે પોલીસને જાણ થતાં ડેડીયાપાડા પોલિસ તુરંત ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી.આ ઘટના મામલે રાઉન્ડ ફોરેસ્ટર મગનભાઈ કેસૂરભાઈ વસાવાની ફરિયાદને આધારે ડેડીયાપાડા પોલીસે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

(5:32 pm IST)