Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ જુનિયર મેન્સ એન્ડ વિમેન્સ બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપમાં વિરમગામના ખેલાડીઓ ઝળક્યા

પાવરલિફ્ટિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ જુનિયર મેન્સ એન્ડ વિમેન્સ બેન્ચ પ્રેસ ચેમ્પયનશિપ ૨૦૨૧-૨૨ અમદાવાદ ખાતે યોજાઇ

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ :પાવરલિફ્ટિંગ સ્પોર્ટ્સ એસોસિયેશન ગુજરાત દ્વારા ગુજરાત સ્ટેટ સબ જુનિયર એન્ડ જુનિયર મેન્સ એન્ડ વિમેન્સ બેન્ચ પ્રેસ ચેમ્પયનશિપ ૨૦૨૧-૨૨ અમદાવાદ ખાતે યોજાઇ હતી. આ ચેમ્પયનશિપમાં વિરમગામના નંદુ ફિટનેસ પોઇન્ટ ખાતે  ટ્રેનિંગ લેતા યુવાનો જળકયા છે. મૌલિક દલાલ ૫૩ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ, રવી પ્રજાપતિ ૫૯ વજન ગ્રુપમાં ગોલ્ડ મેડલ અને આશિષ અડાલજ ૬૬ વજન ગ્રુપમાં સિલ્વર મેડલ(જુનિયર) મેળવી ત્રણેય યુવાનોએ વિરમગામ શહેરનું નામ રોશન કર્યું છે.

(5:14 pm IST)