Gujarati News

Gujarati News

News of Sunday, 26th September 2021

પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ:છેલ્લા ત્રણ કલાકમાં અઢી ઈંચ ખાબકતા સર્વત્ર જળબંબોળ

મુખ્યમાર્ગો ઊપર વરસાદી પાણી ફરી વળ્યા : બસ સ્ટેન્ડ રોડ, કસ્બાવિસ્તાર, શાકમાર્કેટ સહિત ગોધરા-હાલોલ માર્ગ બેટમાં ફેરવાયા: રસ્તા ઉપરથી પસાર થઈ રહેલ વાહનચાલકો મુકાયા મુશ્કેલીમાં

પંચમહાલના હાલોલમાં ધોધમાર વરસાદ વરસ્યો છે, છેલ્લા ત્રણ કલાકમાં અઢી ઈંચ ખાબકતા સર્વત્ર જળબંબોળ જેવી સ્થિતિ સરજાઈ છે, શહેરના મુખ્યમાર્ગો ઊપર વરસાદી પાણી ફરી વળ્યા છે તેમજ   બસ સ્ટેન્ડ રોડ, કસ્બાવિસ્તાર, શાકમાર્કેટ સહિત ગોધરા-હાલોલ માર્ગ બેટમાં ફેરવાયા છે રસ્તાઓ  ઉપરથી પસાર થઈ રહેલ વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે

(7:07 pm IST)