Gujarati News

Gujarati News

News of Monday, 26th October 2020

'બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટા'ના લોન્ચિંગ માટે વડોદરા શહેરની પસંદગી

(કેતન ખત્રી) અમદાવાદ : બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા દ્વારા આજે વડોદરામાં તેની અલ્ટ્રામોડર્ન 'બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટ'ના લોન્ચની ઘોષણા કરી હતી. એમિનેન્ટ કાર્સ હવે ગુજરાતના તૃતીય સૌથી વિશાળ શહેરમાં ફુલ્લી- ફ્લેજડ ઈન્ટીગ્રેટેડ રિટેઈલ અને સર્વિસ સુવિધા સાથે બીએમડબલ્યુનું પ્રતિનિધિત્વ કરે છે.

નવી બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટ સંકલ્પના પર આધારિત નવી ફેસિલિટી હવે નવી અને પ્રી-ઓન્ડ બીએમડબલ્યુ કાર્સની ખાસ શ્રેણી પ્રદર્શિત કરશે. તે સન ફાર્મા રોડ, પ્રમુખ સ્વામી નગર, તાંદળજા, વડોદરા, ગુજરાત ખાતે સ્થિત છે.

અંકુર જૈન, ડીલર પ્રિન્સિપલ, એમિનેન્ટ કાર્સ કહે છે, 'ગુજરાતમાં અમારી હાજરી વિસ્તારવાની અને પ્રીમિયમ કાર્સ માટે સ્વર્ણિમ અને ઉભરતા બજાર વડોદરામાં શિયર ડ્રાઈવિંગ પ્લેઝર લાવવાની અમને ખુશી છે. શહેરમાં અજોડ અને સૌથી વિશાળ બીએમડબલ્યુ ફેસિલિટી નેકસ્ટ કોન્સેપ્ટ એકંદર ગ્રાહક અનુભવમાં નવું સીમાચિહન સ્થાપિત કરશે.

વિક્રમ પાવાહ, પ્રેસિડેન્ટ, બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા કહે છે, 'ગુજરાત બીએમડબલ્યુ ગ્રુપ ઈન્ડિયા માટે મહત્ત્વપૂર્ણ બજાર છે અને અમે ગુજરાતમાં અમારા ગ્રાહકો અને સંભવિતોને બેજોડ બ્રાન્ડ અનુભવ આપવા માટે કટીબધ્ધ છીએ.

(11:44 am IST)