Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

વિસાવદરમાં મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈએ નરેન્‍દ્રભાઈના નેતૃત્‍વતળેની વિકાસગાથા વર્ણવીઃ ગુજરાતની પ્રજાને પ્રિય વિકાસની રાજનિતી

(યાસીન બ્‍લોચ દ્વારા) વિસાવદર તા.૨૬: વિસાવદર-ભેસાણ વિધાનસભાની બેઠક પરના ભાજપના ઉમેદવાર શ્રી હર્ષદભાઈ રિબડીયાના સમર્થનમા રાજયના મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલની જાહેર સભાનુ ગઈકાલે વિસાવદર ગૌશાળાના વિશાળ પટાંગણમા આયોજન કરવામા આવ્‍યુ હતુ.

મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલે વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના નેતૃત્‍વતળેની વિકાસગાથા વર્ણવી ગુજરાતની પ્રજાને પ્રિય વિકાસની રાજનિતી છે.રાજયમા પાણી-વિજળી-રસ્‍તા-શિક્ષણ-આરોગ્‍ય-સુરક્ષાને હંમેશા પ્રાધાન્‍ય અપાયુ હોવાનુ જણાવ્‍યુ હતુ.

મુખ્‍યમંત્રીની વિસાવદર મુલાકાત પૂર્વે સમગ્ર શહેર-તાલુકામા ડબલ એન્‍જીનની સરકારના ગુણગાન સાથે ભાજપ દ્વારા પ્રચાર-પ્રસાર કરાયો હતો.

મુખ્‍યમંત્રીએ હેલિકોપ્‍ટરમા સતાધાર રોડ પર આવેલ હેલીપેડ ખાતે ઉતરાણ કરી સીધા જ વિસાવદર ગૌરક્ષણ પાંજરાપોળના વિશાળ પટાંગણ ખાતે પહોંચ્‍યા હતા અને જાહેર સભા સંબોધન કર્યુ હતુ.મુખ્‍યમંત્રીની સુરક્ષાને ધ્‍યાને લઈ કડક પોલીસ બંદોબસ્‍ત ગોઠવાયો હતો.જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તથા ઉમેદવાર હર્ષદભાઈ રીબડીયાએ મુખ્‍યમંત્રીનુ સ્‍વાગત કરી પ્રસંગોચિત વક્‍તવ્‍ય આપ્‍યુ હતુ.જિલ્લા-તાલુકા-વિધાનસભા ક્ષેત્રના ભાજપના આગેવાનો-કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(3:30 pm IST)