Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

માધવગઢ નજીકથી પોલીસે બાતમીના આધારે 3.14 લાખનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડયો

ગાંધીનગર :  ચૂંટણી ટાણે જિલ્લામાં દારૃની હેરફેર વધી રહી છે ત્યારે જેમ જેમ દિવસો નજીક આવતા જાય છે તેમ ઉમેદવારો કે પક્ષના ટેકેદારો દારૃની ડિલીવરી મંગાવી રહ્યા છે ત્યારે ચિલોડા પોલીસની ટીમે ચંદ્રાલા પાસે કારનો પીછો કરીને માધવગઢથી ઝડપી લીધી હતી અને તેમાં સવાર ઇડરના શખ્સને ઝડપી લઇને ૩.૧૪ લાખનો મુદ્દામાલ ઝડપી લીધો હતો. આ દારૃ પ્રાંતિયાના શખ્સે મંગાવ્યો હોવાનું ખુલતા તેની સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

રાજ્યમાં દારૃબંધી હોવા છતા પરપ્રાંતમાંથી મોટાપ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે ચૂંટણી ટાણે તેની હેરફેર વધી જતી હોય છે હાલ જિલ્લામાં ચૂંટણી દરમ્યાન પરપ્રાંતમાંથી આવતા દારૃને પકડવા માટે પ્રવેશદ્વારો ઉપર તંત્ર અને પોલીસની ટીમો ગોઠવાયેલી છે ત્યારે ચંદ્રાલા પાસે ચિલોડા પોલીસની ટીમ વાહન ચેકીંગ કરી રહી હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે, હિંતમનગર તરફથી આવી રહેલી એક કારમાં દારૃ અને બિયરનો જથ્થો ભરેલો છે જે બાતમીને પગલે પોલીસની ટીમે વોચ ગોઠવી હતી અને કાર આવતા તેને ઉભી રહેવા ઇશારો કર્યો હતો જો કે, ચાલકે માધવગઢ તરફ કાર હંકારી દીધી હતી અને પોલીસે તેનો પીછો કરીને ઝડપી લીધી હતી જેમાંથી દારૃની ૭૮ બોટલ અને બિયરના ૪૮ ટીન મળી આવ્યા હતા. કારના ચાલક ઇડરના નવા માથાસુર ગામના પ્રવિણ વેરસીભાઇ ઓડને ઝડપી લેવામાં આવ્યો હતો. આ દારૃનો જથ્થો પ્રાંતિયા ગામે ભૌમિક ઉર્ફે ચીન્ટુ નરેન્દ્રભાઇ પટેલને આપવાનું હોવાનું બહાર આવ્યું હતું. જેથી તેની સામે પણ ગુનો નોંધીને ૩.૧૪ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

(5:27 pm IST)