Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાવપુરા બેઠક પર 22 વયોવૃધ્ધ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કર્યું

વડોદરા શહેર જિલ્લામાં ૮૦ + તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી

અમદાવાદ :  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ તબક્કાના મતદાન માટેની તૈયારીઓ આખરી તબક્કામાં છે. તેવા સમયે વડોદરા શહેર જિલ્લામાં વિધાનસભા સામાન્ય ચૂંટણી 5 ડિસેમ્બરે યોજનાર છે.

  જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગોરના માર્ગદર્શન હેઠળ લોકશાહીના આ મહાપર્વમાં જિલ્લાનો કોઇ પણ મતદાર પોતાના મતાધિકારથી વંચિત ન રહે તે માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વડોદરા શહેર જિલ્લામાં ૮૦ + તથા દિવ્યાંગ અને અશક્ત મતદારોએ ઘરે બેઠા મતદાન કરવાની ઈચ્છા દર્શાવી હતી તેવા મતદારોની મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

(8:00 pm IST)