Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

રાજકોટના 24 લોકો પહેલીવાર મતદાન કરશે:પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લોકોને ભારતીય નાગરિકતા મળી

અમદાવાદ ;  ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકોટના 24 લોકો પહેલીવાર મતદાન કરશે. પાકિસ્તાનથી ભારત આવીને વસેલા લોકોને ભારતીય નાગરિકતા મળી છે. જેથી તેઓ પહેલીવાર ચૂંટણીની પ્રક્રિયામાં ભાગ લેશે. પાકિસ્તાનમાં રહેતા હિંદુઓ બાળકોના સારા શિક્ષણ અને સલામતીને લઈ ભારતમાં 2007માં આવ્યા હતા. જે બાદ લાંબી કાયદાકીય પ્રક્રિયાના અંતે ભારતની નાગરિકતા અને મત આપવાનો અધિકાર મળતા સૌએ ખુશી વ્યક્ત કરી.

(8:07 pm IST)