Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ગુજરાત ગૌરવ જેવા લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમારને રાષ્‍ટ્રીય લેવલનો વિશિષ્‍ઠ એવોર્ડ અર્પણ

ગુજરાતની ચૂંટણી ખૂબ શાંત અને સરળ રીતે પાર પાડવા બદલ કેન્‍દ્રીય ચૂંટણી પંચ દ્વારા સ્‍પેશ્‍યિલ એવોર્ડ જાહેર : એવોર્ડ જાતે જ દિલ્‍હીમાં રાષ્‍ટ્રપતિ દ્વારા આપવામાં આવતા ગુજરાતમાં ખુશીનો માહોલ

રાજકોટ તા.૨૭: ગુજરાત ધારાસભાનું ખૂબ પડકારજનક ચૂંટણી ખૂબ શાંત રીતે અને મોટી ઘટનાઓ બન્‍યા વગર પૂર્ણ થવાની અભુતપૂર્વ ઘટનાની નોંધ કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા લેવામાં આવી છે, આનો યશ રાજયના લો એન્‍ડ ઓર્ડર વડા અને સીબીઆઇનો વિશાળ અનુભવ ધરાવતા નરસિંહમા કોમારના કુશળ નેતૃત્‍વને આપી તેમને રાષ્‍ટ્રીય લેવલનો સ્‍પેશ્‍યલ એવોર્ડ આપવામાં આવતા, ગુજરાત ગૌરવ જેવા આ અધિકારની પસંદગીને કારણે પોલીસ તંત્ર અને તેમના વિશાળ શુભેચ્‍છકોમા હર્ષની લાગણી સાથે અભિનંદનવર્ષા અપરંપાર થઇ રહી છે.

આ પ્રતિષ્‍ઠિત એવોર્ડ જે તે સ્‍ટેટમાં મોકલવાને બદલે દિલ્‍હી ખાતે ખુદ રાષ્‍ટ્રપતિ દ્વારા આપવામાં આવેલ. લો એન્‍ડ ઓર્ડર વડા દ્વારા જે અદભુત સુરક્ષા વ્‍યવસ્‍થાનું મેનેજમેન્‍ટ ગોઠવેલ તે બાબત કેન્‍દ્રીય ચૂંટણીપંચ દ્વારા નોંધ લેવામા આવી હતી

ચૂંટણીપંચ દ્વારા સીબીઆઇનો ખૂબ વિશાળ અનુભવ ધરાવતા અધિકારી દ્વારા તાજેતરમાં પૂર્ણ થયેલ ગુજરાત વિધાનસભાની આ ચૂંટણી માટે ખાસ નોડલ ઓફિસર નીમવામાં આવેલ. વાત અહીથી પૂર્ણ થતી નથી તેમના વડપણ હેઠળ ગુજરાત પોલીસ દ્વારા જે અભુતપૂર્વ સલામતી વ્‍યવસ્‍થા ગોઠવવામાં જે રણનીતિ ઘડી હતી તેના ફુલપ્રુફ અમલ થતા તે બાબતે પણ કેન્‍દ્રીય ચૂંટણી પંચે નોંધ લીધી હતી. ટુંકમાં કહીએ તો તેમની કાબેલીયતનો સ્‍વીકાર રાષ્‍ટ્રીય લેવલે થયો છે.

(11:57 am IST)