Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વ્‍યાજ માફીયાઓ સુધી લોકોને જવું ન પડે તે માટે લોન મેળાનો અદ્દભુત સફળ પ્રયોગ

સમગ્ર ગુજરાતમાં વ્‍યાજ માફીયાઓ સામે સહુ પ્રથમ નવતર પ્રયોગ કરનાર સુરત સીપી અજયકુમાર તોમર હવે નવો રાહ ચિંધે છે : કલેકટર તંત્ર, મહાનગરપાલીકા તંત્ર, વિવિધ પ્રકારની લોનના તજજ્ઞો તથા બેંકના અધિકારીઓ દ્વારા સસ્‍તી લોનની વિગતો આપી ફોર્મ ભરાવતા લોકો ખુશખુશાલ

રાજકોટ તા.૨૭: લોકોની મજબુરીનો લાભ ઉઠાવી ચામડાતોડ વ્‍યાજવસુલી, લોકોના જીવ જાય, પરિવારને આપઘાત કરવો પડે તેટલી હદે લોકોને ત્રાસ આપતા વ્‍યાજ માફીયાઓ સામે સમગ્ર ગુજરાતમાં સહુ પ્રથમ લોકોને બદલે વ્‍યાજ માફીયાઓને શોધી શોધી પુરાવાની મજબુત સાંકળ ગોઠવી જાતે ફરીયાદી બનાવવાનું અભુતપૂર્વ પગલું સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર અને ડીસીપી હર્ષદ મહેતા દ્વારા લેવાયા બાદ આખા રાજયમાં ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી દ્વારા મુખ્‍ય પોલીસ વડા આશિષ ભાટિયા અને લો એન્‍ડ ઓર્ડર વડા નરસિંહમા કોમર દ્વારા અમલ કરાવાયેલ

સુરત પોલીસ કમિશનર અજયકુમાર તોમર કે જેઓ સુરતની પ્રજા માટે હંમેશ દૂરનું વિચારે છે અને સારા અને સાચા લોકોને દૂર રાખવાને બદલે તેમની પાસેથી સૂચનો મેળવે છે તેવા આ પોલીસ કમિશનર ફરી એક વખત નવો પ્રયોગ કરી લોકોને વ્‍યાજ માફીયાઓ સુધી ન જવુ પડે તેવો ઉકેલ પણ શોધો કાઢયો છે, અને આ ઉકેલ એટલે લોન મેળો, રાજય સરકાર અને કેન્‍દ્ર સરકાર તથા બેન્‍કો પાસે અનેક પ્રકારની યોજના હોય છે. આ યોજના લોકો સુધી પહોંચાડવા માટે કલેકટર તંત્ર, મહાનગરપાલિકા તંત્ર અને વિવિધ સરકારી વિભાગોના જાણકારો સાથે બેંકના જાણકારો મોટા પાયે હાજર રહયા અને લોકોએ મોટા પ્રમાણમાં લાભ લીધો રાજય સરકાર દ્વારા પણ આ અભિગમની ખૂબ પ્રશંસા થયેલ છે.

એ કહેવાની ભાગ્‍યે જ જરૂર છેકે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી પણ રાજયના તમામ ઊંચ અધિકારીઓને પણ સુરત પોલીસ કમિશનર દ્વારા અપનાવાયેલ નવતર અને સફળ પ્રયોગ અમલ કરવા આદેશ આપ્‍યા છે. કોઇ કાર્ય અઘરું નથી આ માટે માત્ર ઇચ્‍છા શકિત જોઇએ. મારા સદનસીબે અમારા અન્‍ય સાથી અધિકારીઓ સાથે ખૂબ સારું સંકલન અને નાનામાં નાના સ્‍ટાફ અમુક બાબતે ખૂબ મહેનતથી કામ કરે છે તેનું પરિણામ છે તેમ અજયકુમાર તોમરે જણાવી વ્‍યાજ માફીયાઓ પાસે લોકોને જવું ન પડે તેવો વિકલ્‍પ પણ જરૂરી છે, રાજય અને કેન્‍દ્ર સરકાર આટલી સરસ યોજના છે તે લોકો સુધી પહોંચી જાય તે ખૂબ જરૂરી છે.(

(12:04 pm IST)