Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

અમદાવાદમાં હવે ગુનેગારોની ખેર નહીં : શહેર પોલીસ ડ્રોનથી વોચ રાખી પકડશે

ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું :આ ડ્રોન માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ છે.

અમદાવાદ : ગુજરાતમાં પહેલી વખત અમદાવાદ શહેર પોલીસે ડીજીસીએ ડ્રોન પાયલોટ લાયસન્સ મેળવ્યું છે અને હવે શહેર પોલીસ ડ્રોનથી વોચ રાખી ગુનેગારો પકડશે. આ ડ્રોન માટે તાલીમબદ્ધ પોલીસ કર્મીઓ છે.જે અમદાવાદ પોલીસમાં પીસીબી સ્કોર્ડમાં ફરજ બજાવતા જયપાલસિંહ સોનગરા અને હેમાંગ મોદી છે. જેઓએ ડ્રોનની ખાસ 10 દિવસની ટ્રેઇનિંગ રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે લીધી છે.જે ટ્રેઇનિંગ ડિજીસીએ (ડિરેકટર જનરલ ઓફ સિવિલ એવિએશન) માન્ય છે.

જેથી ડ્રોન તેના પ્રકાર, તેનો ઉપયોગ અને ડ્રોનની તાલિમ આપવા માટે પણ માન્ય ગણાય છે.જો કે અત્યાર સુધી પ્રથમ વખત ગુજરાત પોલીસમાં રહેલ આ પોલીસકર્મીએ તાલીમ લીધી જેથી ગૃહમંત્રી હર્ષ સંધવી તેમની પ્રશંસા કરી અને એક કહ્યું હતું કે તમામ પોલીસકર્મીને આ ડ્રોનની ટ્રેનિંગ અપાવી.

 

ડ્રોનની જરૂરિયાત અમદાવાદ અને ગુજરાતમાં એ માટે રહેતી હોય છે કે, ગુજરાત એ પહેલેથી સંવેદનશીલ અને આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ પર રહ્યું છે.રાજ્યનો સૌથી મોટો બંદોબસ્ત એવો રથયાત્રાનો બંદોબસ્ત મનાય છે.જેમાં અમદાવાદ ના સંવેદનશીલ વિસ્તારમાંથી પણ પસાર થતી હોય છે.

(9:49 pm IST)