Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

૭૪ મા પ્રજાસત્તાક પર્વે તિલકવાડા ખાતે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ જિલ્લાકક્ષાનુ ધ્વજવંદન કર્યું

તિલકવાડા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક જિલ્લા કલેક્ટરના હસ્તે મામલતદારને કરાયો એનાયત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : દેશના ૭૪ મા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે તિલકવાડા તાલુકાની શ્રી કે.એમ.શાહ શાળા સંકુલ ખાતે યોજાયેલા જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં રાષ્ટ્રભક્તિના અનોખા માહોલ વચ્ચે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાએ રાષ્ટ્રધ્વજ ફરકાવીને ત્રિરંગાને સલામી અર્પી હતી. આમંત્રિત મહાનુભાવો, પદાધિકારીઓ, સામાજિક-સ્વૈચ્છિક સંસ્થાના આગેવાનો, નગરજનો વગેરેની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટર તેવતિયાએ આજના પ્રજાસત્તાક પર્વના વધામણા સાથે ગુજરાતની ગૌરવવંતી પ્રજાને ગણતંત્ર  દિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવી મહાનુભાવોનું અભિવાદન પણ કર્યું હતું.

   આ અવસરે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પર્યુષાબેન વસાવા, નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખ, તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ પારુલબેન તડવી, રાજપીપલાના અગ્રણી માનવેન્દ્રસિંહ ગોહિલ, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામવિકાસ એજન્સીના નિયામક જે.કે.જાદવ, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબે વગેરેના હસ્તે તિલકવાડાના મામતદાર પ્રતિક સંગાડાને તિલકવાડા તાલુકાના વિકાસ માટે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરાયો હતો.

(11:12 pm IST)