Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

સ્ટેટ મોનીટંરીગ સેલની દારૂની રેડ બાદ કાર્યવાહી: માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી

સ્ટેટ મોનીટરીંગ સેલે દુધેશ્વર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 25.52 લાખની 11,366 બોટલ દારૂ જપ્ત કરીને ટ્રક ડ્રાઇવર અને નવ મજુરો સહિત 10 લોકોની ધરપકડ કરી હતી

અમદાવાદ પોલીસ કમિશ્નર સંજય શ્રીવાસ્તવે માધુપુરા પોલીસ સ્ટેશનની હદમાંથી દારૂ પકડવાના મામલે મોટી કાર્યવાહી કરી છે. માધુપુરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનીટંરીગ સેલે કરેલી દારૂની રેડ બાદ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. માધુપુરા પોલીસ સ્ટેશનના PI, PSI અને ડી સ્ટાફના તમામ પોલીસકર્મીઓની બદલી કરવામાં આવી છે. 

  માધુપુરા પોલીસ સ્ટેશનના PI જી.આર. ગઢવીની વિશેષ શાખામાં બદલી કરવામાં આવી છે. તો D સ્ટાફના PSI સહિત તમામ પોલીસકર્મીઓને કે-કંપની, અમદાવાદ પોલીસ મુખ્યમથકે હાજર થવાનું ફરમાન કરવામાં આવ્યું છે.

અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં 25 લાખનો દારૂ ભરેલો ટ્રક ઝડપાયો છે. આજે 27 જાન્યુઆરીએ શુક્રવારે મોડી રાત્રે સ્ટેટ મોનીટરીંગ સેલના અધિકારીઓએ અમદાવાદ શહેર પોલીસ કમિશનરથી માત્ર 10 મિનિટના અંતરે આવેલા દુધેશ્વર વિસ્તારમાં દરોડો પાડીને રૂપિયા 25.52 લાખની કિંમતની 11,366 બોટલ દારૂ જપ્ત કરીને ટ્રક ડ્રાઇવર અને નવ મજુરો સહિત કુલ 10 લોકોની ધરપકડ કરી છે. આ દારૂ વસ્ત્રાલના સોનું રાજપુત નામના બુટલેગરે મોકલ્યો હતો અને ખાલી કરીને ત્રણ બુટલેગરોને સપ્લાય કરવાનો હતો. મોટી માત્રામાં આ દારૂ ઝડપાયા બાદ માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. 

(12:25 am IST)