Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ખેડા તાલુકાના ગોબલજમાં મોબાઇમાં ગેમ રમવાની બાબતે 16 વર્ષીય પિતરાઈ ભાઈએ 12 વર્ષીય ભાઈની હત્યા કરતા પરિવારની માથે આભ ફાટ્યું

ખેડા: તાલુકાના ગોબલજની કંપનીમાં મજૂરીકામ કરતા પરિવારના નાના દિકરાનો મૃતદેહ અવાવરૂ કૂવામાંથી મળી આવતા ચકચાર મચી છે. શાળાના વેકેશનમાં રાજસ્થાનથી ગોબલજ આવેલ આ બાળકને તેના પિતરાઇ મોટા ભાઇએ મોબાઇલમાં ગેમ રમવા બાબતે મારીને રાજસ્થાન ભાગી ગયો હતો.  આ બનાવ અંગે ખેડા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. 

ગોબલજના સીમ વિસ્તારમાં આવેલ એક બ્લોક બનાવવાની કંપનીમાં રાજસ્થાનથી આવેલો એક પરિવાર મજૂરી કામ કરે છે. આ પરિવારનો નાનકડો ૧૨ વર્ષનો પુત્ર વિંઝેશ રાજસ્થાનમાં અભ્યાસ કરે છે. જે હાલઅહીં ગોબલજ વેકેશન માટે આવ્યો હતો. ગત્ રરમી મે ના રોજ વિંઝેશ અને તેનો કાકાનો દિકરો ૧૬ વર્ષિય સર્વેશ ઝીથરા દામસાથ સાથે પકોડી ખાવા જઇએ છીએ એમ કહી ઘરેથી નીકળી ગયા હતા. જેઓ બે દિવસ સુધી ઘરે ન આવતા તેમની શોધખોળ આદરી હતી. તે દરમ્યાન વિંઝેશના પિતા જીતમલ ને સર્વેશ રાજસ્થાનના તેમના વતનના ગામ દામસાથ હોવાનું માલુમ પડયું હતું. આથી તેઓ સર્વેશને અહીં ગોબલજ લઇને આવ્યા હતા અને તેને વિંઝેશ અંગે પૂછપરછ કરી હતી. 

ગત્ ૨૨મી તારીખે સર્વેશ અને વિંઝેશ બંને ગોબલજ ગામની સીમમાં આવેલ એક એવાવરુ કૂવા નજીક મોબાઇલમાં વારાફરતી થ્રી ફાયર ગેમ રમી રહ્યા હતા. જેમાં સર્વેશનો ગેમ રમવા માટે વારો આવતા વિંઝેશે તેને મોબાઇલ આપવાની ના પાડી હતી. આથી સર્વેશ ઉશ્કેરાઇ ગયો હતો અને ગુસ્સામાં ભાન ભૂલેલા સર્વેશે બાજુમાં પડેલા મોટા પત્થર પડે વિંઝેશને માથામાં માર માર્યો હતો. જેને કારણે ૧૧ વર્ષનો નાનકડો વિંઝેશ બેભાન થઇ ગયો હતો. આથી ગભરાઇ ગયેલા સર્વેશે તરત જ કૂવાની નજીક પડેલ દોરડા વડે વિંઝેશના હાથ પગ બાંધ્યા હતા અને ત્યારબાદ વિંઝેશને પત્થર સાથે બાંધીને કૂવામાં ફેંકી દીધો હતો. બેભાન વિંઝેશનું પાણીમાં જડૂબી જતા મોત નિપજ્યું હતું. આ ઘટના પછી સર્વેશ રાજસ્થાન ભાગી ગયો હતો. 

(6:18 pm IST)