Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

છાત્રા સાથે દુષ્કર્મ ગુજારનાર ક્લાસિસ સંચાલકની ધરપકડ

દાહોદ જિલ્લાના ઝાલોદનો ચકચારી બનાવ : વોશરૃમમાં ગયેલી એક વિદ્યાર્થિનીનો વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરાઈ

દાહોદ, તા.૨૭ : દાહોદ જિલ્લાના ઝાલોદનો ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં એક ટ્યુશન ક્લાસીસના સંચાલક દ્વારા વોશરૃમમાં ગયેલી એક વિદ્યાર્થિનીનો વીડિયો મોબાઈલ ફોનમાં ઉતારી વિદ્યાર્થિનીને બ્લેકમેઈલ કરી તેણીની મરજી વિરૃધ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજારતો હતો. આખરે હિંમ્મત દેખાડી આ મામલે સગીરાએ પોલીસ મથકે આવી ટ્યુશનના સંચાલક વિરૃધ્ધ ફરિયાદ નોંધાંવતાં પોલીસે સંચાલકની અટકાયત કરી જેલના સળીયા પાછળ ધકેલી દીધાંનું જાણવા મળી રહ્યું છે.

મળતી માહિતી મુજબ ઝાલોદ નગરમાં આવેલ સુંદરમ હોસ્પિટલ નજીક ઝાલોદના તાલુકાના બીયા માળી ગામના નૈનેશ ભાઈ ભુરજી ભાઇ ડામોર હેતા ટ્યુશન ક્લાસીસના નામથી ટ્યુશન ક્લાસીસ ચલાવે છે. ચાલુ વર્ષના ફેબ્રુઆરીમાં ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારની ૧૭ વર્ષની સગીર વયની એક વિદ્યાર્થીની પણ આ ટ્યુશન ક્લાસીસમાં આવતી હતી. આ વિદ્યાર્થીની એક દિવસ ટ્યુશન ક્લાસ ખાતે આવેલ વોશરૃમમાં ગઈ હતી. તે વખતે ટ્યુશન ક્લાસના સંચાલક નૈનેશ ભાઈ ડામોરે પોતાના મોબાઈલ ફોનમાં વોશરૃમનો અશ્લીલ વિડિયો રેકોર્ડ કરી લીધો હતો. ત્યારબાદ તે અશ્લીલ વીડિયો તે સગીર વયની વિદ્યાર્થિની ને બતાવી શારિરીક સંબંધ બાંધવાની માંગણી કરી હતી, અને કહ્યું હતું કે જો તું મને શારિરીક સંબંધ નહીં બાંધવા દે તો હું તારો આ અશ્લીલ વીડિયો વાયરલ કરી દઈશ. તેમ ધમકી આપી શારિરીક સંબંધ બાંધવા મજબૂર કરી હતી.

૧૪મી ફેબ્રુઆરીના રોજ નૈનેશભાઈ દ્વારા સગીરાને કહેલ કે, તું શરીર સંબધ નહીં બાંધવા દે તો હું તારો અશ્વિલ વીડિયો વાઈરલ કરી દઈશ, તેવી ધાકધમકીઓ આપી સગીરાની મરજી વિરૃધ્ધ ટ્યુશન ક્લાસમાંજ અવાર નવાર સગીરા ઉપર બળાત્કાર ગુજારતો

રહ્યો હતો. આખરે હારી થાકેલી સગીરાએ આ મામલે પોતાના પરિવારજનોને વાત કરતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને ગતરોજ સગીરાને લઈ પરિવારજનો ઝાલોદ પોલીસ મથકે આવી ટ્યુશન ક્લાસીસના સંચાલક નૈનેશ ભુરજીભાઈ ડામોર વિરૃધ્ધ દુષ્કર્મનો ભોગ બનેલ સગીરાએ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નૈનેશ દ્વારા સંચાલિત ટ્યુશન ક્લાસિસમાં ધોરણ ૧૦થી ૧૨ના છાત્રોને કોચિંગ અપાતુ હતું. અહીં છાત્રોઓ પણ આવતી હતી. એક છાત્રા સાથે બનેલી ઘટના બાદ નૈનેશે અન્ય કોઇ છાત્રાને તો પોતાની શિકાર બનાવી નથી તે જાણવા માટે પોલીસે ટ્યુશન ક્લાલિસમાં અભ્યાસ માટે જતાં તમામ છાત્રોની પુછપરછ કરશે. ઝાલોદ તાલુકાના બીયામાળી ગામના લંપટ શિક્ષક ભુરજી ડામોર પરણિત છે અને એક સંતાન પણ છે. છતાં શિક્ષણની ઓથે વાસના ભુખ્યા શિક્ષકે સગીરાને પોતાની જાળમાં ફસાવીને શિકાર બનાવી હતી.

સમગ્ર શિક્ષણ આલમને લજવતી આ ઘટનાથી લોકોએ પણ શિક્ષક સામે ફિટરકાર વરસાવ્યો હતો. પોલીસ ગુનો નોંધીની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

(7:52 pm IST)