Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

સુરતના ડિંડોલીમાં 33 લાખની લૂંટમાં સંડોવાયેલા હરિયાણાની કુખ્યાત હિસ્સાર ગેંગ બે સભ્યો અને ટીપ આપનારની ધરપકડ

આઠ લાખ પચાસ હજાર રૂપિયા રોકડ એક ઈનોવા કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત

સુરતના ડિંડોલી વિસ્તારમાં ગત તારીખ ૨૧મી મેના રોજ પી એમ આંગડિયા સર્વિસના વ્યક્તિને તમંચો બતાવી 33 લાખ રૂપિયા અને રોકડની લૂંટ થઇ હતી.આ ઘટનામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને અગત્યની સફળતા મળી છે. લૂંટમાં સંડોવાયેલા હરિયાણાની કુખ્યાત હિસ્સાર ગેંગ બે સભ્યો તેમજ આ લૂંટારૂઓને ટીપ આપનાર સુરતના એક વ્યક્તિ મળી કુલ ત્રણની ધરપકડ કરવામાં આવી છે તેની સાથે સાથે આઠ લાખ પચાસ હજાર રૂપિયા રોકડ એક ઈનોવા કાર અને બે મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા છે.

ગત તારીખ ૨૧મી મેના રોજ સુરતના ડિંડોલી ઓમ નગર વિસ્તારમાં સવારના સુમારે પીએફ આંગડિયા પેઢીના સંચાલક પોતાની સાથે બાઈક ઉપર જીલ્લામાં અંદાજીત ૩૩ લાખ રૂપિયાની રોકડ લઈને જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં તેને આખરી બે શખ્સોએ રિવોલ્વર બતાવી ૩૩ લાખ રૂપિયા ભરેલો થેલો આંચકી લીધો હતો જે જગ્યાએ ઘટના બની હતી તે સ્થળની આસપાસ ક્યાંય સીસીટીવી હતા નહીં જેને લઇને પોલીસ માટે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડવો એ મોટી ચેલેન્જ હતી.

બીજી તરફ સુરત ક્રાઈમ બ્રાન્ચે પોતાના બાદની દારોને સક્રિય કરી સમગ્ર મામલામાં હરિયાણાના હિસાર ની પ્રખ્યાત ગેંગની સંડોવણી હોવાની વિગતો મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ હરિયાણા ગઈ હતી.

ત્યાંથી ક્રાઇમ બ્રાન્ચની ટીમને બે આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે હરિયાણાથી ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરેશ રામદાસ ગોડ અને રૂપે રાકેશ ગોધરાની ધરપકડ કરી હતી. બીજી તરફ આ બન્ને શખ્સોને લૂંટની ટીપ આપનાર અશ્વનિકુમાર સુરજીતસિંહ ગઢવાલ ની પણ સુરતથી ધરપકડ આવી હતી.

આ ત્રણેય આરોપીઓ પાસેથી રૂપિયા આઠ લાખ પચાસ હજાર રોકડા એક ઈનોવા કાર અને બે મોબાઇલ ફોન મળી કુલ ૧૬ લાખ ૩૦ હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છેબાઈટઅજયકુમાર તોમર( પો કમિશનર સુરત) સુરત પોલીસ અને હરિયાણાથી જે બે આરોપી ઝડપી પાડવામાં સફળતા મળી છે.

તેમાં સુરેશ રામદાસ ઓડ ગામ નો આરોપી છે તાજેતરમાં જ સુરેશ રામદાસ ગોડ હરિયાણામાં ડબલ મર્ડરના ગુનામાં જેલમાં હતો તેમાંથી જામીન મળતાં તેણે સુરત આવીને આ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો આ ઉપરાંત સુરેશ બોર્ડ હરિયાણામાં લગભગ 8 જેટલા ગુનામાં સંડોવાયેલો છે.

ત્યારે અન્ય આરોપી મોહિત રાધેશ્યામ ગીર પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલા છે સુરત પોલીસે હરિયાણાની કુખ્યાત દ્વારા સુરત કે ગુજરાતમાં અન્ય કોઈ લૂંટની ઘટનાને અંજામ આપ્યો છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

(9:18 pm IST)