Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

ઝેરીલા જીવડાએ દીકરાને ડંખ માર્યો : માતા દીકરાની હાલત ન જોઈ શકતા આઘાત લાગતાં મોત

ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દીકરો જીવન મરણ વચ્ચે અને માતાનો મૃતદેહ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડાયો

ભરુચ તા.26 : ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે રાત્રે સૂતી વેળાએ એક યુવાનને કોઈ ઝેરી જીવજંતુએ ડંખ મારી લીધું હતું. જેના કારણે તેને સિવિલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. ત્યારે દીકરાની પીડાનો આઘાત જીરવી નહી શકનાર માતાએ હ છોડી દીધો હતો. દીકરો જીવન મરણ વચ્ચે જજૂમી રહ્યો હતો. જ્યારે માતા સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં મૃતક અવસ્થામાં રહી છે.

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ફૂલવાડી ગામે એક કોલોનીમાં શંકર કુરવે પોતાના પરિવાર સાથે રહેતા હતા તે દરમિયાન મોડી રાત્રે પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો. ત્યારે કોઈ ઝેરી જીવજંતુએ શંકર કુરવેના દીકરાને ઝેરી જીવજંતુએ ડંખ મારી લેતા તેને પ્રથમ સારવાર માટે નજીકના આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા બાદ હાલત અત્યંત નાજુક લાગતા વધુ સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેની હાલત અત્યંત નાજુક હોવાના કારણે આઈસીયુરમાં દાખલ કરવામાં આવ્યો હતો. પોતાના દીકરાની આવી સ્થિતિ જોઈ માતા પણ આઘાતમાં સરી પડી હતી.

પોતાનો દીકરો સૂરજ જીવન મરણ વચ્ચે હોવાના નાતેર તેની માતાને પણ દીકરાનું શું થશે તેવી ચિંતામાં તે પણ ઢળી પડી હતી અને તાત્કાલિક તબીબોએ તપાસ કરતા તેને મરણ જાહેર કરી હતી અને દીકરાના વિરહમાં આઘાત લાગ્યો હોવાના કારણે હૃદય રોગનો હુમલાથી મોત થયું હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે અને મૃતક માતાને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી છે જ્યારે સંતાન હજુ આઈસીયુમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહ્યો છે.

(9:07 pm IST)