Gujarati News

Gujarati News

News of Wednesday, 27th July 2022

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આપ્યા આદેશ

લઠ્ઠાકાંડની ઘટનાને લઈને ઉચ્ચ અધિકારીઓ સાથે યોજી હતી બેઠક : ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત

ગાંધીનગર : મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે રાજ્યમાં કેમીકલ યુક્ત માદક દ્રવ્ય ના સેવનથી સર્જાયેલી ઘટના અંગે ઉચ્ચસ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આવા પદાર્થો સહિતના નશાયુક્ત પદાર્થોના ગેરકાયદે વેચાણ કરનારાઓ સામે સખ્તાઈથી પેશ આવવા રાજ્યના પોલીસ દળને સ્પષ્ટ સૂચનાઓ આપી છે

બોટાદ અને અમદાવાદ જિલ્લામાં થયેલી આ ઘટના અંગે જે તપાસ સમિતિ રચવામા આવી છે તે ત્વરિત તપાસ પૂર્ણ કરી અહેવાલ આપે એટલું જ નહીં ગુનેગારો સામે કડક માં કડક કાયદાકીય કાર્યવાહી થાય તે માટે પણ સૂચના આપી હતી
આ બેઠકમા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ક્હ્યું કે રાજ્યમા પોલીસ દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરીને રેડ કરવામા આવી છે તેમજ અટકાયતી પગલા પણ  લેવામાં આવ્યા છે

(9:18 pm IST)